🔥 TRENDING અમદાવાદના ઠક્કરનગરમાં મિની દારૂ ફેક્ટર... Hanuman Ansh Mints Rs 1.97 Crore on Da... Mirzapur The Movie collects Rs 60 lakh... Fatima Sana Shaikh Reacts to 570% Tax... Gulte Reports Another Sensational Stat... Prasidh credits team clarity as his su...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

માંડવી તાલુકામાં આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 29 Sep 2026, 08:12 AM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માંડવી તાલુકામાં આદિવાસી સમાજના હક્કો અને લોકહિતના પ્રશ્નોના નિરાકરણ માટે "આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ" દ્વારા નાયબ કલેક્ટરને વિસ્તૃત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં શિક્ષણ, રોજગાર, આરોગ્ય અને જમીન સંપાદન જેવા મુદ્દાઓ પર ધ્યાન દોરવામાં આવ્યું છે.

માંડવી તાલુકામાં આદિવાસી સમાજના હક્કો અને લોકહિતના પ્રશ્નોના સત્વરે નિરાકરણ માટે "આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ" દ્વારા માંડવીના નાયબ કલેક્ટરને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં આદિવાસી વિસ્તારના લોકોના હિત, શિક્ષણ, રોજગાર, આરોગ્ય અને સર્વાંગી વિકાસને લગતી વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી છે.

સંસ્થા દ્વારા મુખ્યત્વે માંડવી તાલુકામાં આદિવાસી સમાજની સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે સરકારી જમીન ફાળવી અલગ ભવન બનાવવાની માગ કરવામાં આવી છે. આ ઉપરાંત આદિવાસી વિસ્તારોમાં જમીન સંપાદન પૂર્વે ગ્રામસભાની મંજૂરી લેવાની પ્રક્રિયા પૂર્ણ કરવા તથા નેશનલ હાઇવે નંબર 56 ના નવા બાયપાસ રસ્તાની કામગીરી અંગે સ્થાનિક લોકોના હિતનો પુનઃવિચાર કરવા જણાવાયું છે.

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે સરકારી લાઇબ્રેરી, શારીરિક કસોટી માટે ગ્રાઉન્ડ અને માર્ગદર્શકની સુવિધા ઉપલબ્ધ કરાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો પરનો વહીવટી ભાર ઘટાડવા ક્લાર્કની નિમણૂક કરવાની પણ માંગ કરાઈ છે.

આવેદનમાં ઈસર, આમલી અને લાખી ડેમના 201 જેટલા વિસ્થાપિત પરિવારોને હાઇકોર્ટના ચુકાદા મુજબ તાત્કાલિક જમીન ફાળવવા તેમજ વન અધિકાર કાયદા હેઠળ ખેડૂતોના પડતર દાવાઓનો નિકાલ લાવવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. માંડવી, ઉમરપાડા અને સોનગઢમાં 70 હજાર હેક્ટર વિસ્તારને અસર કરતા અભ્યારણ્ય પ્રોજેક્ટ અંગે પુનઃવિચાર કરવા પણ જણાવાયું છે.
📲Get App