🔥 TRENDING Bidar city news सरपंच पद के दावेदार: स्थानीय चुनाव की... கோவை, செப்.29: பராமரிப்புப் பணிகள் கார... ભરૂચ: મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની... Vinod Kapri’s ‘Pyre’ Set for Theatrica... Centre to Assess Drought in Karnataka,...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતની ઓરો યુનિવર્સિટીમાં લાઈસન્સ વિના યોજાયો 'ધ ડ્રિફ્ટ જામ', જોખમી સ્ટંટના વીડિયો વાયરલ

✍️ Reporter: Dhaval Maheta 🗓 28 Sep 2026, 05:28 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતની ઓરો યુનિવર્સિટી કેમ્પસમાં ગત 27 સપ્ટેમ્બરે 'ધ ડ્રિફ્ટ જામ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માટે જરૂરી પોલીસ પરવાનગી અને ફાયર સેફ્ટી લાઈસન્સ લેવાયા ન હતા, જેના કારણે વિવાદ સર્જાયો છે.

સુરતની જાણીતી ઓરો યુનિવર્સિટી એક મોટા વિવાદમાં સપડાઈ છે. ગત 27 સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે યુનિવર્સિટી કેમ્પસમાં 'ધ ડ્રિફ્ટ જામ' નામના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે, આટલા મોટા પાયે યોજાયેલા આ કાર્યક્રમ માટે સુરક્ષાને લગતા કોઈ પણ પ્રકારના જરૂરી લાઇસન્સ કે પોલીસ પરવાનગી લેવામાં આવી ન હતી. ફાયર સેફ્ટી અને પરફોર્મન્સ લાઇસન્સ વિના જ કેમ્પસમાં ભયજનક સ્ટંટ કરી નિયમોના ખુલ્લેઆમ ધજાગરા ઉડાડવામાં આવ્યા હતા, જેના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે.

કાર્યક્રમમાં કરવામાં આવેલા સ્ટંટ અત્યંત જોખમી હતા. સામે આવેલા દૃશ્યો મુજબ, બે કાર મારફતે ખતરનાક ડ્રિફ્ટિંગ સ્ટંટ કરવામાં આવ્યા હતા, જેમાં એક કારના સાઇલેન્સર પાસેથી આગ કાઢવામાં આવી રહી હતી. આટલું જ નહીં, બાઈક પર એક વ્હીલ પર સ્ટંટ કરવામાં આવ્યો હતો. કેટલાક વીડિયોમાં તો બાઈક પર બેસીને એક્સીલેટર આપીને પાછળના ટાયરમાં આગ લગાડવામાં આવી હોવાના દૃશ્યો પણ કેદ થયા છે.

આ ઉપરાંત, કારમાં ડ્રાઇવિંગ સીટની બાજુમાં બેસેલો એક વ્યક્તિ કોઈપણ પ્રકારના સેફ્ટી ગિયર વગર બારીમાંથી અડધો બહાર નીકળીને ફાયર ગનથી હવામાં ફાયરિંગ કરતો જોવા મળ્યો હતો. આ પ્રકારના જોખમી સ્ટંટ અને નિયમોના ઉલ્લંઘનને કારણે યુનિવર્સિટી પ્રશાસન સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અંગે અનેક લોકો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
📲Get App