🔥 TRENDING फरीदाबाद में शराब के आहते और गोदाम में... હિંમતનગર: લગ્નના 4 મહિનામાં પત્નીના શં... Supreme Court orders Bihar, Jharkhand... Jharkhand High Court orders state to r... Jharkhand Government Announces Strict... ਸਾਡੇ ਵਿਰਸੇ ਦੀ ਸਪਾਟੇ ਡੰਡ ਕੱਢਣ ਦੀ ਪ੍ਰਕਿਰ...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતમાં બેંક કર્મચારી હોવાની ઓળખ આપી લાખોની છેતરપિંડી કરનાર ગેંગનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધાર ઝડપાયો

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 28 Sep 2026, 10:15 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત શહેરમાં બેંક કર્મચારી હોવાની ખોટી ઓળખ આપી, રોકાણના બહાને નિર્દોષ લોકોને નિશાન બનાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરતી એક મોટી ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આ મામલે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરવામાં આવી છે.

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે બેંક કર્મચારી હોવાની ખોટી ઓળખ આપી, રોકાણના બહાને મિત્રતા કેળવી નિર્દોષ લોકોને છેતરતી એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ગેંગે ભોગ બનનારના નામે લાખો રૂપિયાની પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ કઢાવી, તેના હપ્તા અને બિલ પોતે ભરવાની લાલચ આપી કુલ ૬૫ લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી આચરી હતી. છેલ્લા દોઢ વર્ષથી પોલીસને થાપ આપી રહેલા મુખ્ય આરોપીને સુરત પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, સાગર માધવજીભાઈ સુતરીયા અને તેના ભાઈ ચિંતને જાન્યુઆરી ૨૦૨૧ થી મે ૨૦૨૪ દરમિયાન આ ગુનાહિત કાવતરું રચ્યું હતું. બંને ભાઈઓએ રમેશભાઈ સોડવડીયા, વિરેન માલવીયા અને નિરજ કયાડા સાથે ગાઢ મિત્રતા કેળવી હતી. ત્યારબાદ, સારા રોકાણની લાલચ આપી તેમના નામે અલગ અલગ બેંકોમાંથી ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોન મેળવી હતી.

આરોપીઓએ રમેશભાઈના નામે ૨૫ લાખ, વિરેનના નામે ૩૪.૮૫ લાખ અને નિરજના નામે ૫.૮૮ લાખ મળી કુલ રૂ. ૬૫,૭૫,૪૭૭ ની રકમ પોતાના કબજામાં લઈ લીધી હતી. ત્યારબાદ, આ રકમ પરત ન આપીને ભોગ બનનાર સાથે છેતરપિંડી કરી હતી. પોલીસે મુખ્ય સૂત્રધાર સાગર સુતરીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App