🔥 TRENDING સેવા સેતુ બીજા તબક્કા નું કાર્યક્રમ ಶ್ರಾವಣ ಮಾಸದ ಭಜನಾ ಮುಕ್ತಾಯ ಕಾರ್ಯಕ್ರಮ ದೇವ... 40 கி.மீ காரின் மேற்கூரையில் பயணித்து... एआईएमआईएम के हसनपुर विधानसभा चुनाव की... Two dead after speeding Range Rover hi... 18‑Year‑Old Rehan Mansuri Joins Gujara...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

તાપી જિલ્લા કોંગ્રેસ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીનામાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર

✍️ Reporter: Bhadreshkumar Solanki 🗓 28 Sep 2026, 02:02 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરીની આગેવાની હેઠળ તાપી જિલ્લા કોંગ્રેસે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું.

તાપી જિલ્લા કોંગ્રેસ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શ્રી તુષાર ચૌધરી જી ની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકરોએ તાપી કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું.

આ આવેદનપત્ર દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પાસેથી તાત્કાલિક રાજીનામાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસના કાર્યકરોએ આ મુદ્દે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા પર પ્રશ્નાર્થ સર્જ્યો હતો.

આ વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર સુપરત કરવાની કાર્યવાહી દરમિયાન સ્થાનિક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સૂત્રોચ્ચાર કરીને પોતાની માંગણીઓ પર ભાર મૂક્યો હતો.
📲Get App