🔥 TRENDING Rajasthan Police Blocks 15,000 Numbers... Rajasthan Launches e-Pathshala for Cla... IMD Warns of Heavy Rain and Thundersto... Katrina Kaif Reveals Mother’s Journey... Tamil Nadu POCSO Closure Report Access... Police and protesters clash in Ujjain...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

માનગઢ આંગણવાડી માં આંગન ઉત્સવ કાર્યક્રમની ઉજવણી

✍️ Reporter: Makvana Jaydip 🗓 28 Sep 2026, 02:02 PM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના માનગઢ ગામ ખાતે આંગણવાડી માં આંગન ઉત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે માનનીય મહિલા મંત્રીશ્રી ગીતાબેન ગોહિલ, માનગઢ ગ્રામ પંચાયતના સરપંચશ્રી કિશોરભાઈ, માનગઢ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી સંજયભાઈ, આંગણવાડી કાર્યકર બહેનો, વાલીઓ, ગ્રામજનો તેમજ નાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આંગન ઉત્સવ કાર્યક્રમ અંતર્ગત બાળકોના શિક્ષણ, પોષણ, આરોગ્ય અને સર્વાંગી વિકાસને લઈને વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન બાળકોમાં ઉત્સાહ વધે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ બાળકોને પ્રોત્સાહિત કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આંગન ઉત્સવના કાર્યક્રમમાં વાલીઓ અને ગ્રામજનોની પણ ઉત્સાહભેર હાજરી જોવા મળી હતી.
📲Get App