રાજુલા સિવિલ હોસ્પિટલના અધિક્ષક શિલ્પાબેનની બદલી

સમગ્ર સ્ટાફ દ્વારા વિદાય સમારંભ યોજી શુભેચ્છાઓ પાઠવાઈ
રાજુલા સિવિલ હોસ્પિટલના અધિક્ષક શિલ્પાબેનની બદલી થતાં આજે સિવિલ હોસ્પિટલ ખાતે સમગ્ર સ્ટાફ દ્વારા વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
શિલ્પાબેન આશરે 18 મહિના અગાઉ કેશોદથી બદલી થઈને રાજુલા સિવિલ હોસ્પિટલમાં ફરજ પર જોડાયા હતા. દરમિયાન પોતાની સ્વવિનંતીથી ફરી કેશોદ ખાતે બદલી કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આજે તેમની કેશોદ ખાતે બદલીનો ઓર્ડર થતાં રાજુલા સિવિલ હોસ્પિટલના સમગ્ર સ્ટાફ દ્વારા વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે હોસ્પિટલના તબીબો સહિત સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને શિલ્પાબેનને તેમની સેવાઓ બદલ શુભેચ્છાઓ પાઠવી ભાવભીની વિદાય આપવામાં આવી હતી.
દરમિયાન રાજુલા સિવિલ હોસ્પિટલના અધિક્ષક તરીકેનો ચાર્જ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉ. શક્તિરાજ ખુમાણ આર.એમ.ઓ ને સોંપવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.