🔥 ट्रेंडिंग लातेहार के पिंडारकोम गांव में हाथियों... વલસાડમાં કોંગ્રેસનો SIR અને વોટ ચોરી મ... उज्जैन पुलिस अधीक्षक ने घोड़े पर सवार... ગુજરાત સંસ્કૃતિ વકૃત્વ સ્પર્ધા कैलकाजी में गैंग रैप के बाद माता-पिता... उत्तर प्रदेश में इथेनॉल सप्लाई चेन के...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
खेल

ક્રિકેટ સમચાર

✍️ रिपोर्टर: Rushikesh Joshi 🗓 28 सित. 2026, 05:42 PM 👁 11
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આફ્રિકા વિજેતા

જોહાનિસબર્ગના વાન્ડરર્સ સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી વનડે મેચમાં દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને ૩૨ રને પરાજય આપ્યો હતો. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ ડેવિડ મિલ્લરની વિસ્ફોટક સદી (૧૪૨ રન, ૯૩ બોલ) અને કેપ્ટન ટેમ્બા બાવુમાના ૧૦૩ રનની મદદથી ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૩૬૫ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જેની સામે ઓસ્ટ્રેલિયા તરફથી જેક એડવર્ડ્સે ૫ વિકેટ ઝડપી હતી. ૩૬૬ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ તરફથી મિશેલ માર્શ (૮૪ રન) અને ટ્રેવિસ હેડે (૮૪ રન) શાનદાર શરૂઆત અપાવી હતી, પરંતુ દક્ષિણ આફ્રિકાની શિસ્તબદ્ધ બોલિંગ સામે ઓસ્ટ્રેલિયાની ટીમ ૪૯.૫ ઓવરમાં ૩૩૩ રને ઓલઆઉટ થઈ ગઈ હતી. ૯૩ બોલમાં ૧૪૨ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમવા બદલ ડેવિડ મિલ્લરને 'મેન ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યા હતા.
📲Get App