🔥 TRENDING Chennai Faces Milk Shortage as Supplie... Delhi’s Women Safety Framework Shows G... IP University launches online BBA, B.C... ધંધુકા રાણપુર રોડ પર SMC ત્રાટકી ઊંઝા, મહેસાણા: સીસુ મંદિર સ્કૂલ નજીક વ... મહુવા સુગર ફેક્ટરીની ચૂંટણીમાં 87.19%...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ધાંગધ્રા તાલુકામાં વીજવાયર ચોરીનો ભેદ ઉકેલાયો, પાંચ આરોપીઓની ધરપકડ

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 28 Sep 2026, 10:46 AM 👁 84
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા તાલુકાના બાવળી ગામે વીજવાયર ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય સૂત્રધાર મનહરલાલ હજુ ફરાર છે.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા તાલુકાના બાવળી ગામેથી થયેલ વીજવાયર ચોરીના ગુનાનો ભેદ ધાંગધ્રા તાલુકા પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. આ ચોરીના ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. જોકે, આ ગુનાનો મુખ્ય સૂત્રધાર મનહરલાલપોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ રહ્યો છે, જેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.જેમા રાજેન્દ્ર પુલારામ સુમિત પુલારામ ફરદીનસિકંદર ભટ્ટી સિકંદર બાબુ ભટ્ટી ઈસ્માઈલ મુસા ભટ્ટીએમ પાંચ આરોપી ઝડપાયા હતા જ્યારે મુખ્ય આરોપી મનહરલાલફરાર છે

પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓએ વીજવાયર ચોરીની કબૂલાત કરી હતી. પોલીસે તેમની પાસેથી ચોરી થયેલ ત્રણ લાખ પચાસ હજાર રૂપિયાના મુદ્દામાલને જપ્ત કર્યો છે. આ મુદ્દામાલમાં વીજવાયર અને એકકારનો સમાવેશ થાય છે.

આરોપીઓ પાસેથી મળેલ માહિતીના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસનો પ્રયાસ છે કે મુખ્ય સૂત્રધારને પણ જલ્દીથી ઝડપી પાડી કાયદાના હાથમાં લેવામાં આવે અને આ ચોરીના ગુનામાં અન્ય કોઈ સામેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App