Crime
રસુલપુરમાં પુરુષ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળ્યો: હત્યા કે આત્મહત્યાનો ભેદ?
મોરવા હડફ તાલુકાના રસુલપુર ગામે એક પુરુષ રહસ્યમય સંજોગોમાં ગળાફાંસો ખાધેલ મૃત હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મૃતક વાઘજીપુર ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી અનુસાર, મોરવા હડફ તાલુકાના રસુલપુર ગામ ખાતે એક પુરુષે રહસ્યમય સંજોગોમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં મૃતક પુરુષની ઓળખ વાઘજીપુર ગામના ઘડીયા ફળિયાના રહેવાસી બારીઆ રમેશભાઈ તરીકે થઈ છે. તેમના મૃત્યુનું કારણ હાલ સ્પષ્ટ નથી અને તે હત્યા છે કે આત્મહત્યા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા મૃતકના પરિવારજનો અને આસપાસના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.