🔥 TRENDING Sivakarthikeyan Responds to Venkat Pra... Richard Linklater Announces Major Upda... SS Rajamouli and Mahesh Babu’s Film En... Tourist Arrivals Plummet in Manipur Af... Manipur Dominates Sub-Junior Nationals... Manipur's Two Film Professionals Join...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠામાં અનુસૂચિત જનજાતિ લોકનૃત્ય અને લોકવાદ્ય તાલીમ શિબિરનું આયોજન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 28 Sep 2026, 11:20 PM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં અનુસૂચિત જનજાતિના યુવક-યુવતીઓમાં કલા અને સંસ્કૃતિ પ્રત્યે અભિરુચિ કેળવવા તથા લોક સંસ્કૃતિને જાળવી રાખવાના ઉમદા હેતુ સાથે જિલ્લાકક્ષાએ લોકનૃત્ય અને લોકવાદ્ય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવનાર છે..

સાબરકાંઠા: કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સાબરકાંઠા દ્વારા "જિલ્લાકક્ષાએ અનુસૂચિત જનજાતિ લોકનૃત્ય અને લોકવાદ્ય તાલીમ શિબિર ૨૦૨૬-૨૭" નું આયોજન કરવામાં આવશે.આ તાલીમ શિબિરનો મુખ્ય ઉદ્દેશ અનુસૂચિત જનજાતિના ૧૪ થી ૨૮ વર્ષના યુવક-યુવતીઓમાં તેમની કલા અને સંસ્કૃતિ પ્રત્યેની અભિરુચિ વિકસાવવાનો છે.આ ઉપરાંત અનુસૂચિત જનજાતિની સમૃદ્ધ લોક સંસ્કૃતિને જાળવી રાખવા અને રાજ્યના અન્ય યુવા વર્ગ સાથે સાંસ્કૃતિક આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવાનો પણ આ શિબિરનો હેતુ છે..

આ શિબિરમાં વધુમાં વધુ ૪૦ તાલીમાર્થીઓને જોડવામાં આવશે. જો ૪૦ થી વધુ અરજીઓ પ્રાપ્ત થશે, તો સમિતિ દ્વારા યોગ્ય પસંદગી કરવામાં આવશે. શિબિરમાં ભાગ લેવા ઇચ્છુક તાલીમાર્થીઓએ પ્રવેશપત્ર તથા જન્મતારીખના આધાર સહિત જરૂરી પુરાવા સાથે તા.૧૫ ઓક્ટોબર,૨૦૨૬ સુધીમાં જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી,જિલ્લા હોસ્પિટલ કેમ્પસ,સભાજ રોડ,હિંમતનગર,જિ.સાબરકાંઠા ખાતે પોતાની અરજી પહોંચાડવાની રહેશે.વધુ માહિતી માટે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સાબરકાંઠા,હિંમતનગરનો સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
📲Get App