🔥 TRENDING માંગરોળ: પરમેશ હાઈસ્કૂલના આચાર્ય અને પ... सीसीएल का मनमानी મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સ... પાટણમાં ૭ ઓક્ટોબરે ‘સેવા જ્યોતિ કળશ યા... Official Telugu Teaser of 'Slum Dog: 3... Times of India releases lyrical video...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સેવા સંકલ્પ

✍️ Reporter: Rushikesh Joshi 🗓 28 Sep 2026, 04:16 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અંબાજી ભાદરવી પૂનમ નિમિત્તે મહા સ્વચ્છતા અભિયાન


હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ સંલગ્ન અને અખિલ આંજણા કેળવણી મંડળ, મેવડ સંચાલિત કિસાનભારતી આર્ટ્સ એન્ડ સાયન્સ કૉલેજ, મેવડના દ્વારા તા. 27 સપ્ટેમ્બર, 2026ના રોજ અંબાજી મુકામે યોજાતા ભાદરવી પૂનમના મહામેળા બાદ મહા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહામેળા દરમિયાન સર્જાયેલા કચરાનું યોગ્ય રીતે વ્યવસ્થાપન કરી આસપાસના વિસ્તારને સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત બનાવવાના હેતુથી કૉલેજના 61 NSS સ્વયંસેવકો અને 09 સ્ટાફમિત્રોએ ઉત્સાહપૂર્વક અભિયાનમાં ભાગ લીધો હતો. સ્વયંસેવકોએ ગંગવા થી રતનપુર ચોકડી સુધીના માર્ગ પર સઘન સફાઈ કામગીરી હાથ ધરી હતી. અભિયાન દરમિયાન માર્ગ પર વિખેરાયેલા કચરાનું એકત્રીકરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ યુનિવર્સિટી દ્વારા જણાવેલ Besleri કંપનીના કર્મચારીઓ સાથે સંકલન કરી કચરાનો યોગ્ય નિકાલ કરવા માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
ખાસ કરીને વિદ્યાર્થીઓ દ્વારા પ્લાસ્ટિકના કચરાને અલગથી એકત્રિત કરી યોગ્ય નિકાલ માટે સોંપવામાં આવ્યો, જેના પરિણામે સ્વચ્છતા સાથે પર્યાવરણ સંરક્ષણનો પણ અસરકારક સંદેશ આપવામાં આવ્યો હતો. NSS સ્વયંસેવકોએ માત્ર સફાઈ કામગીરી પૂરતી મર્યાદિત ન રહેતાં આસપાસના લોકોમાં પણ સ્વચ્છતા જાળવવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અંગે જાગૃતિ ફેલાવી હતી.
આ સફાઈ અભિયાન હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના NSS કો-ઓર્ડિનેટર મા. ડૉ. કે. કે. ઠક્કર સાહેબ માર્ગદર્શનમાં રહી સફળ બનાવવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમનું સંકલન અને આયોજન કૉલેજના NSS પ્રોગ્રામ ઓફિસરશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું. NSS સ્વયંસેવકો અને સ્ટાફમિત્રોની સક્રિય ભાગીદારીથી આ મહા સ્વચ્છતા અભિયાન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.
આ અભિયાન દ્વારા “સ્વચ્છતા માત્ર અભિયાન નહીં, પરંતુ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે” એવો અસરકારક સંદેશ આપવામાં આવ્યો હતો.
📲Get App