🔥 TRENDING সাধারণ ভোটারদের সঙ্গে লাইনে দাঁড়িয়ে... Madhya Pradesh Influencer (16 Lakh Fol... Ujjain Protest Over Mosque Demolition... BJP Chief Nabin Kumar Visits Anganwadi... Supreme Court Confirms Bengal Speaker... Supreme Court Rejects Urgent Hearing R...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

હિંમતનગર પોલીસે ચોરી થયેલ બે મોટરસાયકલ ગણતરીના કલાકોમાં શોધી કાઢી, એક આરોપી ઝડપાયો

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 28 Sep 2026, 06:00 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર એ ડીવીઝન પોલીસે ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. પોલીસે બે ચોરાયેલી મોટરસાયકલ કુલ રૂ. ૪૫,૦૦૦ ની કિંમતની કબજે કરી એક આરોપીને ઝડપી પાડ્યો છે.

હિંમતનગર એ ડીવીઝન પોલીસે ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, ગાંધીનગર વિભાગ અને પોલીસ અધિક્ષક સાબરકાંઠાના નિર્દેશના પગલે, હિંમતનગર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક અને એ ડીવીઝન પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડ દ્વારા આવા ગુનાઓ અટકાવવા સતત વોચ રાખવામાં આવી રહી હતી.

ગત તા. ૨૭/૦૯/૨૦૨૬ ના રોજ નાઈટ રાઉન્ડ દરમિયાન ગોકુલનગર ફાટક પાસે પેટ્રોલિંગમાં રહેલા પોલીસ કર્મચારીઓએ એક શંકાસ્પદ ઇસમને મોટરસાયકલ સાથે આમ તેમ ચાલતો જોયો હતો. ટોર્ચ લાઇટના ઇશારે રોકતા તે નશાની હાલતમાં જણાયો હતો. પૂછપરછ દરમિયાન, આરોપી સરવણ ઉર્ફે શ્રવણ કાળુભાઇ જાતે વાદી (ઉ.વ. ૨૯, રહે. ગોવાવાડા, તા-ખેરવાડા, જી-ઉદેપુર, રાજસ્થાન) પાસેથી Hero Honda સ્પ્લેન્ડર મોટરસાયકલ (રજી. GJ-18-J- 6013) મળી આવી હતી. આરોપી મોટરસાયકલના માલિકી અને ઓળખના પુરાવા રજૂ કરી શક્યો ન હતો.

યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે તા. ૨૬/૦૯/૨૦૨૬ ના રોજ ગાંધીનગર સેક્ટર-૦૬ પાસેથી આ મોટરસાયકલ ચોરી કરી હતી. આ મોટરસાયકલ જેની કિંમત અંદાજે રૂ. ૨૦,૦૦૦/- છે, તેને તપાસ અર્થે કબજે લેવામાં આવી. વધુ પૂછપરછમાં આરોપીએ ગાંધીનગર બસ સ્ટેન્ડ પાસેથી લગભગ પંદર દિવસ અગાઉ ચોરી કરેલી અન્ય એક સ્પ્લેન્ડર મોટરસાયકલ (રજી. GJ-18-DM-3463) છાપરીયા કેનાલ પાસે છુપાવી હોવાનું જણાવ્યું હતું. પોલીસે સ્થળ પરથી આ બીજી મોટરસાયકલ પણ કબજે કરી, જેની કિંમત રૂ. ૨૫,૦૦૦/- આંકવામાં આવી છે.

આમ, હિંમતનગર એ ડીવીઝન પોલીસે કુલ રૂ. ૪૫,૦૦૦/- ની કિંમતની બે ચોરાયેલી મોટરસાયકલ કબજે કરી છે. આરોપી સરવણ ઉર્ફે શ્રવણ કાળુભાઇ જાતે વાદી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ ૩૦૩(૨) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવામાં પ્રશંસનીય કામગીરી કરી છે.
📲Get App