મેગા સ્વછતા અભિયાન
यहाँ देखें:
▶️ YouTube
ડીસા કોલેજ દ્વારા મેઘા સ્વચ્છતા અભિયાન યોજાયું
તા 25 સપ્ટેમ્બર 2026 ના રોજ સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ડી. એન. પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ડીસાના એન.એસ.એસ.વિભાગ મેઘા સ્વચ્છતા અભિયાનમાં જોડાયું. અંબાજી ખાતે આયોજિત જગપ્રસિદ્ધ ભાદરવી પૂનમના મહામેળાની સફળ પૂર્ણાહુતિ બાદ, યાત્રાધામ અંબાજી અને તેના પદયાત્રા માર્ગોને સ્વચ્છ અને સુંદર બનાવવાના હેતુથી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા એક વિશાળ 'મેગા સ્વચ્છતા અભિયાન'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય યજ્ઞમાં ડી.એન.પી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ડીસાના રાષ્ટ્રીય સેવા યોજના (NSS) યુનિટના સ્વયંસેવકોએ ઉત્સાહભેર ભાગ લઈને પ્રશંસનીય કામગીરી કરી હતી. ભાદરવી પૂનમના મેળા દરમિયાન લાખોની સંખ્યામાં આવેલા પદયાત્રીઓ અને દર્શનાર્થીઓને કારણે માર્ગો પર એકત્ર થયેલા કચરાના યોગ્ય નિકાલ માટે યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજોના NSS સ્વયંસેવકોને કામગીરી સોંપવામાં આવી હતી. જેમાં DNP આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ડીસાના NSS ના ભાઈઓ અને બહેનોએ અંબાજી રોડ ઉપર મોટાસડા થી જગતાપુરા સુધીના મુખ્ય માર્ગો પર સઘન સફાઈ ઝુંબેશ ચલાવી હતી. સ્વયંસેવકોએ માત્ર સફાઈ જ નથી કરી, પરંતુ શ્રમદાન દ્વારા ‘સ્વચ્છતા એ જ પ્રભુતા’નો સંદેશ સાર્થક કરી કોલેજના યુવાનોએ સમાજ સમક્ષ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
કોલેજના પ્રિન્સિપાલશ્રી ડૉ. આરતીબેન પટેલની મંજૂરીથી NSS પ્રોગ્રામ ઓફિસરશ્રી ડૉ. તૃપ્તિબેન પટેલ, હરેશભાઈ ત્રિવેદી અને પ્રો. નવનીત રાણા સાથે સ્વયંસેવકોએ નિષ્ઠાપૂર્વક સ્વચ્છતા કામગીરી કરી હતી. ડૉ. મિતલ વેકરીયાએ સેવાકીય કામગીરીને બિરદાવી હતી અને સમગ્ર ટીમ અભિનંદન પાઠવ્યા હતા. યુનિવર્સિટીના આયોજકો દ્વારા પણ ડીસા કોલેજના NSS યુનિટના સમર્પણ અને શિસ્તની સરાહના કરવામાં આવી હતી.