🔥 TRENDING आळंदीत सायंकाळपासून रिमझिम पावसाची हजे... Odisha Assembly Adjourns Monsoon Sessi... Supreme Court Grants Relief on CBSE Cl... AP Minister Dismisses Congress' Vote T... APGEA Urges Immediate Suspension of Pr... 43 litres of hash oil worth over ₹5 cr...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ધાંગધ્રા નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત, સ્વચ્છતા ન જાળવનાર વેપારીઓને દંડ

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 29 Sep 2026, 12:00 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જાહેરમાં સ્વચ્છતા ન જાળવનાર વેપારીઓને દંડ ફટકારવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવણી અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના નિયંત્રણ માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત, નગરપાલિકાની ટીમો દ્વારા બજાર વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. શહેર ના રાજકમલ ચોક ગ્રીન ચોક સહિતના વિસ્તારોમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં શહેરના વેપારીઓ મા ફફડાટ ફેલાયો હતો

આ કાર્યવાહી દરમિયાન, જે વેપારીઓ દ્વારા જાહેરમાં સ્વચ્છતા જાળવવામાં આવતી ન હતી અને પ્લાસ્ટિકનો ઉપયોગ થતો જણાયો હતો, તેવા વેપારીઓને સ્થળ પર જ ત્રણ હજાર રૂપિયા નોદંડ ફટકારવામાં આવ્યો હતો. નગરપાલિકાના અધિકારીઓએ વેપારીઓને સ્વચ્છતાના નિયમોનું પાલન કરવા અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા સૂચના આપી હતી.

નગરપાલિકાનો ઉદ્દેશ્ય શહેરમાં સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત વાતાવરણનું નિર્માણ કરવાનો છે. આ પ્રકારની કાર્યવાહી ભવિષ્યમાં પણ ચાલુ રાખવામાં આવશે અને નિયમોનો ભંગ કરનાર સામે કડક પગલાં લેવામાં આવશે.
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App