🔥 ट्रेंडिंग सुप्रीम कोर्ट ने बिहार‑झारखंड के पात्र... झारखंड हाई कोर्ट ने राज्य को मानवाधिका... झारखंड सरकार ने दुर्गा पूजा के लिए कड़... ਸਾਡੇ ਵਿਰਸੇ ਦੀ ਸਪਾਟੇ ਡੰਡ ਕੱਢਣ ਦੀ ਪ੍ਰਕਿਰ... केरल छात्र की मुफ्त टिकट मांग पर लिंग... केरल ने एआई‑आधारित डेंगी चेतावनी प्रणा...
29 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સુરત: મહાનગરપાલિકાના સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાંથી તાપી નદીમાં ગંદુ પાણી છોડાતું હોવાનો ઘટસ્ફોટ

✍️ रिपोर्टर: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 28 सित. 2026, 11:45 PM 👁 11
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત મહાનગરપાલિકા દ્વારા તાપી નદીને પ્રદૂષણમુક્ત કરવાના દાવા વચ્ચે, પાલિકા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાંથી ગંદુ પાણી સીધું નદીમાં ભળતું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાએ તંત્રની કામગીરી પર પ્રશ્નાર્થ સર્જ્યો છે.

સુરતની જીવાદોરી સમાન તાપી નદીને પ્રદૂષણમુક્ત કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વિવિધ શુદ્ધિકરણ પ્રોજેક્ટ્સ અને કવાયતો હાથ ધરવામાં આવી રહી છે. જોકે, પાલિકાના પોતાના જ એક સત્તાવાર પ્રકલ્પમાંથી ગંદુ પાણી સીધું તાપી નદી તરફ વહેવડાવાતું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થતાં તંત્રના દાવાઓની પોલ ખુલ્લી પડી ગઈ છે. રાંદેર ઝોન હેઠળ અડાજણ વિસ્તારમાં આવેલા આનંદ મહેલ રોડ પર પાલિકા સંચાલિત સ્પોર્ટ્સ કોમ્પલેક્સનું ગંદુ ડ્રેનેજ પાણી ખુલ્લેઆમ નજીકની સ્ટોર્મ ડ્રેનેજ (વરસાદી ગટર) લાઇનમાં છોડવામાં આવી રહ્યું છે, જે આગળ જઈને સીધું તાપી નદીમાં ભળી રહ્યું છે.

શહેરમાં પર્યાવરણ અને જળસ્ત્રોતોની જાળવણી માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગંદા પાણી (સીવેજ) અને વરસાદી પાણી (સ્ટોર્મ વોટર) ના નિકાલ માટે તદ્દન અલગ-અલગ પાઇપલાઇન નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે. નિયમ મુજબ, જો કોઈ સામાન્ય નાગરિક, બિલ્ડર કે ખાનગી એકમ વરસાદી ગટરમાં ગટરનું ગેરકાયદે કનેક્શન જોડે તો તંત્ર તાત્કાલિક ભારે દંડ ફટકારે છે અને જોડાણ કાપી નાખે છે.

પરંતુ ખુદ મહાનગરપાલિકાની માલિકીના આટલા મોટા સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાંથી ખુલ્લેઆમ નિયમોના ધજાગરા ઉડાવાઈ રહ્યા હોવા છતાં સંબંધિત અધિકારીઓ દ્વારા આ મામલે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારની બેદરકારી તાપી નદીના પ્રદૂષણની સમસ્યાને વધુ વકરતી હોવાનું જણાય છે અને તંત્રની નીતિઓ પર ગંભીર સવાલો ઉભા કરે છે.
📲Get App