🔥 TRENDING தாய்மாமன் தங்க மோதிரம்’ திட்டம் தொடக்க... National Award winner Manasi Parekh sa... Gujarat Giants announce retained and r... CBI Opposes Bail for Former Bhopal Jud... ભુજ ખાણ ખનીજ વિભાગના બે કર્મચારી રૂા.... अब बदलेगी कटिहार के हर गांव की तस्वीर!...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

ગુજરાત સંસ્કૃતિ વકૃત્વ સ્પર્ધા

✍️ Reporter: Rushikesh Joshi 🗓 28 Sep 2026, 06:50 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાના ઓનલાઈન શુભારંભ કાર્યક્રમમાં સવિવાકૉ, જાદરની ઉપસ્થિતિ

તા. 28 સપ્ટેમ્બર, 2026ના રોજ શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર તથા ‘સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન’ના સંયુક્ત ઉપક્રમે આયોજિત **‘ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા’**ના ઓનલાઈન શુભારંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો શુભારંભ ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં માનનીય મંત્રીશ્રીઓ તથા આમંત્રિત મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

આ ઓનલાઈન કાર્યક્રમમાં સરકારી વિનયન અને વાણિજય કૉલેજ, જાદર તરફથી કૉલેજના આચાર્યશ્રી ડૉ. કે. જી. પટેલ, સપ્તધારા સમિતિના કન્વીનર પ્રા. ડૉ. એચ. એસ. સુથાર, પ્રા. ડૉ. ડી. એચ. માળી તથા પ્રા. જે. આર. વણકર ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા, વારસો, મૂલ્યો અને જ્ઞાનપરંપરાને નવી પેઢી સુધી પહોંચાડવાના હેતુથી યોજાનારી આ વક્તૃત્વ સ્પર્ધા વિદ્યાર્થીઓમાં વક્તૃત્વકૌશલ્ય, અભિવ્યક્તિ, સાંસ્કૃતિક જાગૃતિ અને આત્મવિશ્વાસ વિકસાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. કૉલેજ દ્વારા પણ વિદ્યાર્થીઓને આ પ્રકારની સ્પર્ધાઓમાં સક્રિયપણે જોડાઈને પોતાની પ્રતિભા અને સર્જનાત્મકતાને ઉજાગર કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે.

કૉલેજ પરિવાર દ્વારા ગુજરાતની સાંસ્કૃતિક ધરોહર અને ભારતીય જ્ઞાનપરંપરાના સંવર્ધન તથા સંવહન માટે આયોજિત આ પહેલને આવકારવામાં આવી હતી. કાર્યક્રમની ઓનલાઈન ઉપસ્થિતિ દ્વારા કૉલેજે ગુજરાત સરકારની આ સાંસ્કૃતિક અને શૈક્ષણિક પહેલ સાથે પોતાની સહભાગિતા નોંધાવી હતી.

💐🙏💐
📲Get App