🔥 TRENDING Ccl me dharna 1) ગાંધીનગરમાં મહાનગરપાલિકા ચૂંટણી માટ... ऑर्डनेंस फैक्ट्री इटारसी में दिखा तेंद... જૂનાગઢ કોંગ્રેસ દ્વારા 'વોટ ચોરી'ની તપ... ભરૂચ: સોનતલાવડી ઝૂંપડપટ્ટી પાસે કોમન પ... Chirag Paswan Calls Out Bihar's Rising...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મહિનાની મહેનત, એક કળા: લુણાવાડામાં તૈયાર થતા રંગબેરંગી ગરબા

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 28 Sep 2026, 02:32 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નીડ 24 ન્યુઝ


તો વાત કરીએ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક એવા લુણાવાડા નગરની...

નવરાત્રી એટલે માઁ આદ્યશક્તિની આરાધનાનું પર્વ અને હવે જ્યારે નવરાત્રીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે મહીસાગર જિલ્લાના વડામથક લુણાવાડામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.


લુણાવાડા શહેરના બજાર વિસ્તારમાં વસતા પ્રજાપતિ સમાજમાં હાલ માટીના ગરબા બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. કામગીરી હવે તેના અંતિમ તબક્કામાં છે.

નવરાત્રી મહોત્સવને અનુલક્ષીને નિશાબેન પ્રજાપતિ દ્વારા છેલ્લા બે મહિનાથી વિશિષ્ટ અને આકર્ષક માટીના ગરબા તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ ગરબાઓને વધુ સુંદર બનાવવા માટે વિવિધ રંગો, જરી અને કલાત્મક ડિઝાઈનથી શણગારવામાં આવી રહ્યા છે. જેના કારણે આ રંગબેરંગી અને અવનવા ગરબાઓ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

મહત્વની વાત એ છે કે, પ્રજાપતિ સમાજમાં વર્ષોથી ચાલી આવતી માટીના ગરબા બનાવવાની આ પરંપરાગત કળા આજે પણ અકબંધ જળવાઈ રહી છે.

નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો નજીક આવતા જ માટીના કોડિયા, વાસણો અને ગરબાની માંગમાં નોંધપાત્ર વધારો થાય છે, જેનાથી આ વ્યવસાય સાથે જોડાયેલા પરિવારોને સારી રોજગારી પણ મળી રહે છે. હાલ લુણાવાડા શહેર સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં નવરાત્રીની પૂર્વ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.


તો આ હતા લુણાવાડાના પ્રજાપતિ સમાજની કલા અને સંસ્કૃતિને જીવંત રાખતા સમાચાર.

આવા જ તાજા અને સાંસ્કૃતિક સમાચારો માટે જોતા રહો.



.
📲Get App