🔥 TRENDING लातेहार के पिंडारकोम गांव में हाथियों... વલસાડમાં કોંગ્રેસનો SIR અને વોટ ચોરી મ... उज्जैन पुलिस अधीक्षक ने घोड़े पर सवार... ગુજરાત સંસ્કૃતિ વકૃત્વ સ્પર્ધા Woman Abandons LSR Dream Amid Parental... Uttar Pradesh Attracts New Distillery...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગર: જામળા ગામમાં ‘નમો યશગાથા’ નાટ્ય પ્રસ્તુતિ યોજાઈ, વિકાસયાત્રાને ઉજાગર કરાઈ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 28 Sep 2026, 05:30 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની વિકાસયાત્રાને ઉજાગર કરવા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત હિંમતનગર તાલુકાના જામળા ગામ ખાતે ‘નમો યશગાથા’ નાટ્ય પ્રસ્તુતિનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા..

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મજબૂત નેતૃત્વ, જનસેવા અને રાષ્ટ્રનિર્માણના સફળ વર્ષોની વિકાસયાત્રાને ઉજાગર કરતા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત હિંમતનગર તાલુકાના જામળા ગામ ખાતે ‘નમો યશગાથા’ નાટ્ય પ્રસ્તુતિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનિક હોદ્દેદારો, સંગઠનના આગેવાનો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.સાબર યુવા કેન્દ્રની ટીમ દ્વારા રજૂ કરાયેલા આ પ્રેરણાદાયી નાટકમાં વડાપ્રધાનશ્રીની જનકલ્યાણલક્ષી કાર્યશૈલી, અંત્યોદયનો ભાવ અને ભારતને વૈશ્વિક સ્તરે ગૌરવ અપાવતી વિકાસયાત્રાને ખૂબ જ સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવી હતી. ઉપસ્થિત માતા-બહેનો, વડીલો અને ગ્રામજનોએ નાટકને ઉત્સાહપૂર્વક માણી ઉમળકાભેર પ્રતિસાદ આપ્યો હતો.

આ કાર્યક્રમમાં હિંમતનગર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઈ પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન શ્રી નારાયણભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નરેશભાઈ પરમાર, તાલુકા પંચાયત સદસ્ય શ્રી વાલજીભાઈ દેસાઈ, તાલુકા ભાજપ ઉપપ્રમુખ શ્રી નવલસિંહ ચૌહાણ, જામળા ગામના સરપંચ શ્રી વિકાસભાઈ લીમ્બચીયા, ઠાકોર સાહેબ શ્રી મહેન્દ્રસિંહજી રાઠોડ, શ્રી પ્રવીણભાઈ પટેલ, શ્રી જયંતીભાઈ પટેલ, શ્રી રાજેન્દ્રસિંહ પઢિયાર તેમજ હિંમતનગર શહેર મહામંત્રી અને સાબર યુવા કેન્દ્ર સંસ્થાના પ્રમુખ શ્રી પ્રકાશચંદ્ર વૈદ સહિત સંસ્થાની સમગ્ર ટીમ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App