Crime
ઉનામાં તબીબ અપહરણ અને લૂંટ: અમદાવાદથી એક આરોપી ઝડપાયો, પોલીસ તપાસ અમદાવાદ સુધી પહોંચી..
ગીર સોમનાથના ઉનામાં તબીબના અપહરણ અને લૂંટના ગુનામાં પોલીસને મોટી સફળતા મળી છે. ઘટનાના દસ દિવસ બાદ પોલીસે અમદાવાદથી એક આરોપીની ધરપકડ કરી છે અને તપાસના તાર અમદાવાદ સુધી પહોંચ્યા છે..
ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં તબીબના અપહરણ અને લૂંટના ગુનામાં પોલીસને દસ દિવસ બાદ સફળતા મળી છે.પોલીસના સ્વાંગમાં આવેલા ત્રણ શખ્સોએ આ ગુનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા.આ મામલે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા,જે અમદાવાદ સુધી પહોંચ્યા હતા.પોલીસે અમદાવાદના ચંદલોડીયા વિસ્તારમાંથી એક શખ્સની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં આરોપી કૌશિક પંચાલના મોબાઈલમાંથી પોલીસની બોગસ આઈડી મળી આવી છે.આ ગુનામાં સ્થાનિક સહિત અનેક આરોપીઓ પોલીસ સકંજામાં આવી ગયા છે..
આ ઘટના ગત 17 સપ્ટેમ્બરના રોજ બની હતી.ઉના પોલીસે અમદાવાદના આ ઈસમ વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ કર્યો છે અને આ અપહરણ અને લૂંટના ગુનામાં સામેલ અન્ય આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન તપાસ હાથ ધરી છે.આ અંગે વધુ તપાસ પોલીસ દ્વારા ચાલુ રાખવામાં આવી છે.