🔥 TRENDING Raghubir Yadav Says ‘Panchayat’ Film M... Parineeti Chopra Opens Up About Mom Gu... Sushant Singh Rajput's Sister Claims S... Journalist Faye D’Souza Urges Accuracy... Vikas Kohli Marks 55th ODI Century in... Sophie Cunningham’s Cheeky Cheeta Look...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

તલોદ-મજરા રોડ પર કારની ટક્કરે બાઇક સવાર ગંભીર રીતે ઘાયલ

✍️ Reporter: Zala axaratirthsinh 🗓 27 Sep 2026, 03:35 PM 👁 89
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તલોદ-મજરા રોડ પર એક કાર ચાલકે જોયા વગર ટર્ન લેતાં બાઇક સવારને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

તલોદ-મજરા રોડ પર આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, એક કાર ચાલકે રોડ પર જોયા વગર બેદરકારીપૂર્વક ટર્ન લેતાં સામેથી આવતી બાઇકને જોરદાર ટક્કર મારી હતી.

આ અકસ્માતના કારણે બાઇક સવાર રોડ પર પટકાયો હતો અને તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવ સ્થળે હાજર લોકોએ તાત્કાલિક ધોરણે ઇજાગ્રસ્ત બાઇક સવારને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

અકસ્માતની ઘટના બનતાં જ મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા. આ અકસ્માત અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
📲Get App