🔥 ट्रेंडिंग பள்ளி காலாண்டு விடுமுறை: ஏற்காட்டில் க... लुइज़ियाना में 70‑फ़ुट टिंबर पट्टी पर... उत्तर प्रदेश में तेज़ बारिश से 56 मौते... ड्वारका एक्सप्रेसवे पर थार SUV ने मोटर... विराट कोहली ने तिरुवनंतपुर में वेस्टइं... स्वास्थ्य मंत्रालय ने किडनी क्षति रोकन...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સુરતના ડુમસ બીચ પર બે યુવાનો દરિયામાં ડૂબી ગયા, ફાયર બ્રિગેડની શોધખોળ ચાલુ

✍️ रिपोर्टर: Dhaval Maheta 🗓 27 सित. 2026, 08:22 PM 👁 11
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ઉધના વિસ્તારમાંથી મિત્રો સાથે ડુમસ બીચ પર ફરવા આવેલા બે યુવાનો દરિયામાં નહાવા પડ્યા બાદ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

સુરતના ડુમસ બીચ પર ફરી એકવાર ડૂબી જવાની દુર્ઘટના સામે આવી છે. ઉધના વિસ્તારમાંથી મિત્રો સાથે ફરવા આવેલા બે યુવાનો ગણેશ મંદિર પાછળ દરિયાના પાણીમાં નહાવા પડ્યા બાદ ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં ભારે ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને યુવકોની શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉધના રોડ નંબર 12 પર રહેતા 15થી 20 વર્ષના ચાર મિત્રો આજે સાંજના સમયે ડુમસ ફરવા માટે આવ્યા હતા. આ દરમિયાન ઝીયાન કુરેશી અને તેનો મિત્ર ઈકબાલ શેખ ડુમસ દરિયા કિનારે આવેલા ગણેશ મંદિરના પાછળના ભાગે દરિયામાં નહાવા ઉતર્યા હતા. નહાતી વખતે અચાનક બંને યુવાનો ઊંડા પાણીમાં ખેંચાઈને ડૂબવા લાગ્યા હતા.

બંને યુવકોને ડૂબતા જોઈ આસપાસના સ્થાનિક લોકોની નજર તેમના પર પડી હતી. સ્થાનિકોએ તાત્કાલિક તેમને બચાવવા માટે પ્રયાસ કર્યા હતા, પરંતુ દરિયાના મોજા અને ઊંડા પાણીને કારણે બંનેની કોઈ ભાળ મળી શકી નહોતી. તેમના અન્ય મિત્રો કિનારે હાજર હતા અને સમગ્ર ઘટનાને પગલે ભારે શોકનો માહોલ સર્જાયો હતો.
📲Get App