🔥 ट्रेंडिंग महिला ने पति को 14 लाख रुपये के गहने ब... कम्प्यूटर अपराध शाखा ने नकली APK धोखाध... शहर ने "अपराध राजधानी" से "अपराध-प्रधा... लता मंगेशकर की जन्म वर्षगांठ पर चर्चा:... ऑर्गनाइज़र ने लता मंगेशकर को श्रद्धांज... केपीएससी ने उत्तर पत्र में ‘जया श्री र...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ભાદરવી પૂનમ મેળાના સફળ આયોજન બદલ વહીવટી તંત્ર દ્વારા અંબાજી સુધી ભવ્ય પદયાત્રા..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 27 सित. 2026, 03:00 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાદરવી પૂનમ મહામેળા ૨૦૨૬ ના સફળ આયોજન બદલ કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને DDOના નેતૃત્વ હેઠળ વહીવટી તંત્ર દ્વારા અંબાજી મંદિર સુધી ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું..

ભાદરવી પૂનમ મહામેળા ૨૦૨૬ ના સફળ આયોજન બદલ કૃતજ્ઞતા રૂપે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ અને DDO એમ.જે.દવેના નેતૃત્વમાં વહીવટી તંત્ર દ્વારા એક ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પદયાત્રા ત્રિશૂળિયા ઘાટથી શરૂ થઈને સુપ્રસિદ્ધ અંબાજી મંદિર સુધી પહોંચી હતી..

આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય તાજેતરમાં સંપન્ન થયેલા ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરી અને વ્યવસ્થાપનની સફળતા બદલ આભાર વ્યક્ત કરવાનો હતો. કલેક્ટર અને DDOના માર્ગદર્શન હેઠળ, સમગ્ર તંત્રએ મેળા દરમિયાન શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત વાતાવરણ જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.આ પદયાત્રામાં વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ પ્રસંગે જિલ્લાના વિકાસ અને લોકોની સુવિધાઓ માટે કરવામાં આવી રહેલા પ્રયાસોની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રકારની પહેલ વહીવટી તંત્ર અને જનતા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવે છે.
📲Get App