🔥 ट्रेंडिंग प्रजापत समाज ने गणेश चतुर्थी का पर्व ध... आजादी के बाद से अधूरी सड़क: छपरा से रा... બ્રેકિંગ બેંકોની દેશવ્યાપી હડતાળ ટળી આ... गणेश visarjan पर अपराधी की तस्वीर दिखा... विश्लेषक ने टेलर स्विफ्ट के ‘Cleveland... टेलर स्विफ्ट ने MTवी VMAs 2026 में काल...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

સુરત: ઉમરપાડામાં બે બાઇકની ટક્કરમાં એકનું મોત, અકસ્માત સર્જનાર સામે ગુનો દાખલ

✍️ रिपोर्टर: Dhaval Maheta 🗓 27 सित. 2026, 08:30 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં કેવડીથી થવા જતા રસ્તા પર બે બાઇક સામસામે અથડાતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક નિર્દોષ બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માત સર્જનાર બાઇકચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના સાદડાપાણી ગામની સીમમાં કેવડીથી થવા જતા રસ્તા પર બે બાઇક સામસામે અથડાતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક નિર્દોષ બાઇકચાલકને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જનાર બાઇકચાલકને પણ શરીરે નાની-મોટી ઇજાઓ પહોંચી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમરપાડા તાલુકાના ચારણી ગામના રહેવાસી રાહુલભાઈ રાવજીભાઈ વસાવા પોતાની સ્પ્લેન્ડર બાઇક નંબર GJ-19-BS-8742 પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી રહ્યા હતા. આ દરમિયાન સાદડાપાણી ગામની સીમમાંથી પસાર થતાં તેમણે સામેથી પોતાની સાઇડ પર આવી રહેલી શાંતિલાલભાઈની સીડી ડીલક્સ બાઇક નંબર GJ-05-ER-5563 સાથે ધડાકાભેર ટક્કર મારી હતી.

અકસ્માત એટલો ભીષણ હતો કે શાંતિલાલભાઈને મોઢા, માથા અને ડાબા પગના ભાગે જીવલેણ ઇજાઓ પહોંચતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતની ઘટના અંગે જાણ થતાં ઉમરપાડા પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે અકસ્માત સર્જનાર ચારણી ગામના રહેવાસી રાહુલભાઈ રાવજીભાઈ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
📲Get App