🔥 ट्रेंडिंग विरेंद्र शेखर की मज़ेदार प्रतिक्रिया:... मुस्लिम पुरुष के उत्पीड़न का नकली वीडि... गुप्त स्थल वायरल, पर्यटकों की भीड़ ने... सियोल ने यूक्रेन पर उत्तर कोरियाई युद्... द ट्रिब्यून ने 'jijithomson' खोज रिकॉर... द ट्रिब्यून ने डॉ. शाइनी देवासी की प्र...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
धर्म

અરણેજમાં ભાદરવી પૂનમે બુટ ભવાની માતાના દર્શન માટે ભક્તોની ભારે ભીડ

✍️ रिपोर्टर: Mukeshkumar Makwana 🗓 27 सित. 2026, 12:10 AM 👁 29
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાદરવી પૂનમના પવિત્ર દિવસે અરણેજ ગામ ખાતે આવેલ બુટ ભવાની માતાના મંદિરે દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગી હતી. ભક્તોએ માતાજીને ધજા અને પ્રસાદ ચડાવી આશીર્વાદ મેળવ્યા હતા.

ભાદરવી પૂનમના શુભ અવસરે અરણેજ ગામમાં આવેલ બુટ ભવાની માતાના મંદિરે શ્રદ્ધાળુઓનો મહેરામણ ઉમટી પડ્યો હતો. વહેલી સવારથી લઈને મોડી સાંજ સુધી હજારો ભક્તો માતાજીના દર્શન કરવા માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા. આ પવિત્ર દિવસે માતાજીના દર્શન કરવાથી મનોકામના પૂર્ણ થાય તેવી લોકમાન્યતા પ્રચલિત છે.

ભક્તોએ શ્રદ્ધાપૂર્વક માતાજીને ધજા ચડાવી હતી અને પ્રસાદનો ભોગ ધરાવીને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. પરિવારો સાથે આવેલા ભક્તોએ ધાર્મિક માહોલનો આનંદ માણ્યો હતો.

આ પ્રસંગે મંદિર પરિસરની આસપાસ નાની-મોટી હાટડીઓ અને ખાણી-પીણીના સ્ટોલ મોટા પ્રમાણમાં ગોઠવવામાં આવ્યા હતા, જેના કારણે એક નાના મેળા જેવો માહોલ સર્જાયો હતો. ભક્તોએ દર્શન બાદ ખરીદીનો પણ આનંદ માણ્યો હતો.
📲Get App