🔥 TRENDING Crime Branch Recovers Rs 5 Lakh Stolen... City Rebrands from "Crime Capital" to... Lata Mangeshkar Birth Anniversary Spar... Organiser Pays Tribute to Lata Mangesh... KPSC withdraws candidate’s application... India launches its first natural‑gas p...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતમાં રમતાં-રમતાં રૂમમાં પુરાઈ ગયેલી બે વર્ષની બાળકીને ફાયર વિભાગે હેમખેમ બહાર કાઢી

✍️ Reporter: Dhaval Maheta 🗓 27 Sep 2026, 08:22 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરોલી વિસ્તારમાં એક મકાનમાં રમતાં-રમતાં બે વર્ષની બાળકી રૂમમાં પુરાઈ જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરિવારના પ્રયાસો નિષ્ફળ જતાં ફાયર વિભાગને જાણ કરાઈ હતી.

સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા એક મકાનમાં રમતાં-રમતાં બે વર્ષની બાળકી રૂમમાં પુરાઈ જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અંદરથી અચાનક દરવાજો લૉક થઈ જવાને કારણે માસૂમ બાળકી અંદર ફસાઈ ગઈ હતી અને જોરજોરથી રડવા લાગી હતી. પરિવારે ભારે જહેમત છતાં દરવાજો ન ખૂલતાં આખરે ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ફાયર વિભાગના જવાનોએ તુરંત ઘટનાસ્થળે પહોંચી સ્પેશિયલ ટૂલ્સની મદદથી દરવાજાનું લૉક તોડી બાળકીને હેમખેમ બહાર કાઢી પરિવારને સોંપી હતી.

અમરોલી વિસ્તારમાં હરીદર્શન સોસાયટીમાં રહેતા સંજયભાઈ ગોહિલની બે વર્ષની પુત્રી આરુ ઘરમાં રમી રહી હતી. રમતાં-રમતાં તે રૂમ તરફ ગઈ હતી અને અચાનક રૂમનો દરવાજો અંદરથી લૉક થઈ ગયો હતો. રૂમમાં એકલી ફસાઈ ગયેલી માસૂમ આરુ ગભરાઈને જોરજોરથી રડવા લાગી હતી.

બાળકીના રડવાનો અવાજ સાંભળીને પરિવારજનો તાત્કાલિક રૂમ પાસે દોડી આવ્યા હતા. બાળકીને બહાર કાઢવા માટે પરિવારના સભ્યો સહિત આસપાસના લોકોએ દરવાજો ખોલવા માટે ભારે મથામણ કરી હતી, પરંતુ લૉક જામ થઈ જવાથી દરવાજો ખૂલ્યો ન હતો. માસૂમ અંદર સતત રડતી હોવાથી પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને સમય ગુમાવ્યા વિના તાત્કાલિક સુરત મહાનગરપાલિકાના ફાયર કંટ્રોલ રૂમને જાણ કરી હતી.
📲Get App