🔥 TRENDING Virat Kohli reaches 15,000 ODI runs as... Mehbooba Mufti Meets Mirwaiz Umar Afte... Kohli, Gill guide India to victory in... Congress May Face SP in First Uttar Pr... Virat Kohli Achieves Another Remarkabl... Virat Kohli contributes with bat as In...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

યુવતી સંવાદ – સશક્ત યુવતી, સશક્ત સમાજ

✍️ Reporter: Atul Thakor 🗓 27 Sep 2026, 09:02 PM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
શંખેશ્વર ખાતે આવેલી આઈ.ટી.આઈ. કોલેજમાં યોજાયેલા “યુવતી સંવાદ” કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા શ્રીમતી અંજુબેન વેકરિયાની વિશેષ ઉપસ્થિતિમાં યુવતીઓ સાથે સંવાદ કરવાનો અવસર મળ્યો.

આ પ્રસંગે શંખેશ્વરના કાર્યકર્તા બહેનો-ભાઈઓ સાથે ઉપસ્થિત રહી યુવતીઓ સાથે શિક્ષણ, કૌશલ્ય વિકાસ, રોજગારની તકો, આત્મનિર્ભરતા અને મહિલા સશક્તિકરણ જેવા વિષયો પર સંવાદ કર્યો.

યુવતીઓએ પોતાના વિચારો, પ્રશ્નો અને અનુભવો રજૂ કર્યા તથા પોતાના ભવિષ્યના લક્ષ્યો અંગે પણ વાતચીત કરી.

યુવતીઓની પ્રતિભા અને કૌશલ્યને યોગ્ય દિશા મળે અને તેઓ આત્મવિશ્વાસ સાથે આત્મનિર્ભર બને તે માટે આવા સંવાદો મહત્વપૂર્ણ છે. 🙏🌸
📲Get App