🔥 TRENDING Nagpur Records Surge in Crime: 5 Vehic... Driver Arrested Four Weeks After Deliv... Guwahati Student Found Dead; Family Ac... Delhi UT demolishes illegal structures... Crime Branch Arrests Absconding Accuse... CEA Warns Rising Global Yields and US...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

વડાલીમાં આખલાઓની લડાઈ: બાઈક પર જતું દંપતી અને બાળકો ચમત્કારિક રીતે બચ્યા..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 27 Sep 2026, 10:14 PM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડાલી શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે. મોર્ડન હાઈસ્કૂલ નજીક બે આખલાઓની લડાઈમાં બાઈક પર જતું એક દંપતી અને તેમના બે બાળકો ચમત્કારિક રીતે બચી ગયા હતા..

સાબરકાંઠાના-:
વડાલી શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે.રવિવારે રાત્રિના સમયે શહેરના મોર્ડન હાઈસ્કૂલ નજીક રસ્તા વચ્ચે બે આખલાઓ વચ્ચે ઘમાસાણ લડાઈ ચાલી રહી હતી.આ દરમિયાન ઘર તરફ બાઈક પર જઈ રહેલું એક દંપતી અને તેમની સાથે રહેલા બે નાના બાળકો અચાનક આખલાઓની અડફેટે આવી ગયા હતા.પશુઓની અચાનક ટક્કર અને ભાગદોડના કારણે બાઈકનું સંતુલન ગુમાવતા દંપતી સહિત બે બાળકો રોડ પર પટકાયા હતા.જો કે સદનસીબે ચારેયનો ચમત્કારિક બચાવ થયો હતો અને મોટી જાનહાનિ ટળી હતી..

વડાલી શહેરમાં જાહેર માર્ગો પર રખડતા પશુઓની લડાઈ અને તેના કારણે રાહદારીઓ તથા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાવાની ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે.તાજેતરમાં જ શહેરના વ્યસ્ત માણેકચોક વિસ્તારમાં પણ રખડતા પશુઓની લડાઈમાં બે રાહદારીઓને ઈજા થઈ હતી.વારંવારની ઘટનાઓ છતાં રખડતા પશુઓની સમસ્યાનો કાયમી ઉકેલ ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં પાલિકા અને વહીવટી તંત્ર દ્વારા રખડતા પશુઓને પકડી પાંજરાપોળમાં મોકલવા સહિતની નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.
📲Get App