🔥 TRENDING Ponda’s 15‑year‑old municipal complex... Road safety concerns persist in Porvor... * *आपसी सहमति से जमीन का बंटवारा, वर्... Heritage Rulebook Unveiled for Old Goa... Church Holds Celebration, Reports Sang... 10‑Day Cleanliness Drive Begins at Man...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

સાબરકાંઠા: ચૂંટણી પંચના અધિકારીના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ રેલી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 27 Sep 2026, 07:20 PM 👁 24
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે એક જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું..

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે એક જન આક્રોશ રેલી યોજવામાં આવી હતી.આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક આગેવાનો જોડાયા હતા..

આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર પ્રશ્નાર્થ સર્જવાનો અને મુખ્ય ચૂંટણી કમિશનર પાસેથી રાજીનામાની માંગ કરવાનો હતો.કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા જાળવવા પર ભાર મૂક્યો હતો.કોંગ્રેસ સમિતિના જણાવ્યા અનુસાર, તેઓ ચૂંટણી પંચની કામગીરીથી નારાજ છે અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા સુનિશ્ચિત થાય તેવી અપેક્ષા રાખે છે.આ રેલી દ્વારા તેમણે પોતાની માંગણીઓને સરકાર અને ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરી હતી.
📲Get App