🔥 TRENDING Louisiana Court Rules in Favor of Jone... Heavy Rain in Uttar Pradesh Claims 56... Thar SUV crashes into motorcycle on Dw... Virat Kohli's Six-Fueled Century Sets... Health Ministry advises lowest effecti... Violence erupts over sexual assault al...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતમાં લાલ દરવાજા પાસે ટ્રાફિક પોલીસની કેબિનમાં મોડીરાત્રે આગ ભભૂકી, તપાસ શરૂ

✍️ Reporter: Dhaval Maheta 🗓 27 Sep 2026, 03:02 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત શહેરમાં લાલ દરવાજા વિસ્તારમાં રેલવે સ્ટેશન પાસે આવેલી ટ્રાફિક પોલીસની કેબિનમાં મોડીરાત્રે અચાનક આગ લાગતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગનું કારણ અકસ્માત છે કે કોઈ કાવતરું, તે અંગે રહસ્ય સર્જાયું છે.

સુરત શહેરમાં મોડીરાત્રે લાલ દરવાજા વિસ્તારમાં રેલવે સ્ટેશન પાસે આવેલી ટ્રાફિક પોલીસની કેબિનમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આયુર્વેદિક કોલેજ સામે આવેલી આ કેબિનમાં લાગેલી આગ અકસ્માતે લાગી છે કે કોઈ અસામાજિક તત્ત્વો દ્વારા લગાવવામાં આવી છે, તેને લઈને અનેક તર્કવિતર્કો અને રહસ્ય સર્જાયું છે.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. કંટ્રોલ રૂમમાં રાત્રે આશરે 11:25 વાગ્યે કોલ મળ્યો હતો. જેમાં રેલવે સ્ટેશન પાસે લાલ દરવાજા આયુર્વેદિક કોલેજની સામે આવેલી ટ્રાફિક પોલીસની કેબિનમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હોવાની માહિતી આપવામાં આવી હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને કોલ મળ્યાની માત્ર એક જ મિનિટમાં, એટલે કે 11:26 વાગ્યે ફાયર એન્જિન ઘટનાસ્થળ તરફ રવાના કરવામાં આવ્યું હતું. ફાયરની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને આગને કાબૂમાં લીધી હતી, જેથી કોઈ જાનહાનિ થઈ ન હતી. જોકે, કેબિનમાં થયેલા નુકસાન અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
📲Get App