🔥 ट्रेंडिंग नागपुर में अपराध में उछाल: रोज़ 5 वाहन... ड्राइवर को डिलीवरी बॉय की मौत के चार ह... गुवाहाटी में छात्रा की मौत, परिवार ने... दिल्ली यूटी ने राम दरबार में अवैध इमार... माइग्रेंट प्रॉपर्टी धोखाधड़ी में अपराध... सीईए ने चेतावनी दी: बढ़ते वैश्विक बांड...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

ચારધામ યાત્રા પૂર્ણ કરી પરત ફરેલા રાજુલા પીઆઈનું પોલીસ પરિવાર દ્વારા સન્માન

✍️ रिपोर्टर: Sudip Gadhiya 🗓 27 सित. 2026, 10:58 PM 👁 25
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વી.એમ. કોલાદરા ચારધામની પવિત્ર યાત્રા પૂર્ણ કરીને પરત ફરતા પોલીસ પરિવાર દ્વારા તેમનું ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું.

રાજુલા: રાજુલા પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા શ્રી વી.એમ. કોલાદરા ચારધામની પવિત્ર યાત્રા પૂર્ણ કરીને રાજુલા પરત ફરતા તેમનું રાજુલા પોલીસ પરિવાર દ્વારા ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું.

પીઆઈ શ્રી વી.એમ. કોલાદરા કાયદો અને વ્યવસ્થાની ફરજની સાથે સાથે ધાર્મિક આસ્થા અને આધ્યાત્મિક માન્યતાઓને પણ મહત્વ આપતા હોવાથી, તેમની ચારધામ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ પોલીસ સ્ટાફ દ્વારા તેમનું હાર પહેરાવી સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પોલીસ પરિવારના સભ્યોએ તેમના આશીર્વાદ પણ મેળવ્યા હતા.

આ સન્માન કાર્યક્રમમાં પીએસઆઈ રાઠોડ, ભરતભાઈ વાળા, રાણાભાઈ વરુ, સુરેશભાઈ બાંભણિયા સહિત રાજુલા પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પોલીસ પરિવાર દ્વારા પીઆઈ શ્રી કોલાદરાને ચારધામ યાત્રા પૂર્ણ કરવા બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને તેમના સુખાકારી તથા ઉત્તમ આરોગ્યની શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
📲Get App