🔥 TRENDING Main shooter in Parol Sarpanch murder... RIMS conducts tree‑planting drive and... 128 People Killed on Maharashtra’s Sam... Indian Woman’s Kind Act After Bicycle... India's road safety data shows fewer c... Prime Video’s 6 Must‑Watch Enemies‑to‑...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

પ્લાસ્ટિક મુક્ત અંબાજી ભાદરવી પૂનમ નો મેળો

✍️ Reporter: Rushikesh Joshi 🗓 27 Sep 2026, 10:18 PM 👁 28
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ અને રાષ્ટ્રીય સેવા યોજના (NSS) વિભાગ દ્વારા માં જગતજનની અંબાના પવિત્ર ભાદરવી પૂનમના મેળાને ‘પ્લાસ્ટિક મુક્ત’ બનાવવાના અભિયાન અંતર્ગત આજરોજ તારીખ ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ, સતલાસણાના કાર્યકારી આચાર્ય ડૉ. અમન આર. જોશી, NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. ઋષિકેશ એન. જોશી, ડૉ. મનોજભાઈ પુરોહિત, પ્રોફેસર જશપાલસિંહ રાઠોડ અને શ્રી ધર્મવીર સિંહ પરમાર દ્વારા ડભોડા થી સતલાસણા સુધીના પ્લાસ્ટિક મુક્ત થયેલા ૧૦ જેટલા સેવા કેમ્પોની મુલાકાત લેવામાં આવી હતી. આ પ્રસંગે કેમ્પના આયોજકોને યુનિવર્સિટીના સન્માન પત્ર અને ખેસ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેના પ્રત્યુત્તરમાં સંચાલકોએ પણ કેમ્પ પૂર્ણ થયા બાદ આસપાસની જગ્યાને સંપૂર્ણપણે પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ રાખવાનું વચન આપ્યું હતું. સાથે જ, યુનિવર્સિટીના આ ભગીરથ કાર્યને બિરદાવી વિવિધ કેમ્પોના આયોજકો દ્વારા કોલેજના કર્મચારીઓનું પણ મોમેન્ટો અને ખેસ અર્પણ કરીને ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું.
📲Get App