🔥 ट्रेंडिंग विरेंद्र शेखर की मज़ेदार प्रतिक्रिया:... मुस्लिम पुरुष के उत्पीड़न का नकली वीडि... गुप्त स्थल वायरल, पर्यटकों की भीड़ ने... सियोल ने यूक्रेन पर उत्तर कोरियाई युद्... द ट्रिब्यून ने 'jijithomson' खोज रिकॉर... द ट्रिब्यून ने डॉ. शाइनी देवासी की प्र...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्वास्थ्य

હિંમતનગર સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં જર્જરીત સાધનો,દર્દીઓના જીવ જોખમમાં..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 27 सित. 2026, 11:45 AM 👁 63
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં ₹૧૨૫૦ કરોડના ખર્ચે બનેલી હિંમતનગર સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં આરોગ્ય સુવિધાઓના અભાવે દર્દીઓના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. જર્જરીત બીપી મશીનોના ઉપયોગથી ચિંતાનો માહોલ સર્જાયો છે..

સાબરકાંઠાના-:
હિંમતનગર ખાતે ₹૧૨૫૦ કરોડના જંગી ખર્ચે નિર્માણ પામેલી સિવિલ હોસ્પિટલમાં રોજના હજારો ગરીબ અને સામાન્ય દર્દીઓ સારવાર માટે આવે છે.પરંતુ આટલી મોટી ઇમારત ધરાવતી હોસ્પિટલના અતિ સંવેદનશીલ એવા ઇમર્જન્સી વિભાગમાં પ્રાથમિક આરોગ્ય તપાસના સાધનોની સ્થિતિ અત્યંત દયનીય અને ચિંતાજનક બની ગઈ છે.તાજેતરમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસની સિવિલ હેલ્થ કમીટીના વાઇસ ચેરમેન અકીલ.આઈ.શેખ દ્વારા ઇમર્જન્સી વિભાગની મુલાકાત દરમિયાન આ બાબત સામે આવી છે.ગંભીર સ્થિતિમાં આવતા દર્દીઓના બ્લડ પ્રેશર (BP) માપવાના મશીનો અત્યંત જર્જરીત,તૂટેલી અને ખરાબ હાલતમાં ઉપયોગમાં લેવાઈ રહ્યા છે.આ અંગે ફરજ પર હાજર ડોક્ટરે પણ સ્વીકાર્યું હતું કે "ઇમર્જન્સી વિભાગમાં આવેલું આ મશીન ઘણા દિવસોથી ખરાબ હાલતમાં છે.અકીલ.આઈ.શેખે આ ગંભીર બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે, ₹૧૨૫૦ કરોડની હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગમાં જ્યાં દરેક સેકન્ડ કિંમતી હોય છે,ત્યાં રોજના હજારો દર્દીઓ આવતા હોવા છતાં દિવસો સુધી બીપી જેવા ઈમર્જન્સી સાધનો ખરાબ રહે તે હોસ્પિટલ પ્રશાસનની ઘોર બેદરકારી દર્શાવે છે.ઇમર્જન્સી સ્થિતિમાં ખરાબ કે જર્જરીત મશીનને કારણે જો બ્લડ પ્રેશરનું ખોટું રીડિંગ આવે અને દર્દીને ખોટી દવા અપાય તો તેના ગંભીર પરિણામ કે જીવના જોખમ માટે જવાબદાર કોણ તે પ્રશ્ન ઉઠાવ્યો છે..

સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સિવિલ હેલ્થ કમીટી વતી અકીલ.આઈ.શેખ દ્વારા આરોગ્ય વિભાગ હોસ્પિટલ પ્રશાસન અને જવાબદાર અધિકારીઓ પાસે તાત્કાલિક માંગણી કરવામાં આવી છે કે સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી વિભાગ સહિત તમામ વિભાગોમાં તબીબી સાધનોની તપાસ કરવામાં આવે અને તુરંત જ નવા,સચોટ મશીનો ઉપલબ્ધ કરાવવામાં આવે.જો વહેલી તકે આ સમસ્યાનો નિકાલ નહીં આવે તો દર્દીઓના હિતમાં ઉગ્ર આંદોલનાત્મક રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
📲Get App