🔥 TRENDING Raghubir Yadav Says ‘Panchayat’ Film M... Parineeti Chopra Opens Up About Mom Gu... Sushant Singh Rajput's Sister Claims S... Journalist Faye D’Souza Urges Accuracy... Vikas Kohli Marks 55th ODI Century in... Sophie Cunningham’s Cheeky Cheeta Look...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરત રેલવે સ્ટેશન પર ટ્રાફિક પોલીસની સમયસૂચકતા: સગર્ભા મહિલાની ટ્રાફિક ચોકીમાં સફળ પ્રસૂતિ

✍️ Reporter: Dhaval Maheta 🗓 27 Sep 2026, 12:38 PM 👁 23
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત રેલવે સ્ટેશન પર વતન જતી સગર્ભા મહિલાને અચાનક પ્રસવપીડા ઉપડતાં ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો દેવદૂત બનીને મદદે આવ્યા હતા. જવાનોની સમયસૂચકતાથી ટ્રાફિક ચોકીમાં જ સફળ પ્રસૂતિ થતાં નવજાત બાળકીની કિલકારી ગૂંજી ઊઠી હતી.

સુરત રેલવે સ્ટેશન પરિસરમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ખાખી વર્દીમાં રહેલી કડકાઈ પાછળ ઈશ્વરીય સંવેદના ધબકતી જોવા મળી. વતન જવા નીકળેલી સગર્ભા મહિલાને અચાનક અસહ્ય પ્રસવપીડા ઉપડતાં સુરત ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો દેવદૂત બનીને મદદે આવ્યા હતા. જવાનોની સમયસૂચકતા અને ત્વરિત કાર્યવાહીથી ટ્રાફિક ચોકી જ ક્ષણભરમાં ‘મેટરનિટી વોર્ડ’ બની ગઈ હતી અને રેલવે તબીબની મદદથી સફળ પ્રસુતિ થતાં ચોકીમાં નવજાત બાળકીની કિલકારી ગૂંજી ઊઠી હતી.

મૂળ મધ્યપ્રદેશના જાંબુવાના વતની અને હાલ સુરતના ઉધના વિસ્તારમાં રહેતા અમલાબેન બળવંતભાઈ વસોનીયા ગર્ભાવસ્થાના અંતિમ દિવસોમાં પોતાના પતિ અને માસૂમ દીકરી સાથે વતન જવા માટે નીકળ્યા હતા. 26 સપ્ટેમ્બરે બપોરે આશરે 3:20 વાગ્યાની આસપાસ તેઓ સુરત રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. તે સમયે જ અમલાબેનને અચાનક અસહ્ય પ્રસવપીડા શરૂ થઈ હતી.

પરિસ્થિતિ વણસતાં અને પીડા અસહ્ય બનતાં તેઓ સ્ટેશન બહાર ટ્રાફિક પોલીસ ચોકી નજીક જ ઢળી પડ્યા હતા. આ જોઈને તાત્કાલિક ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો દોડી આવ્યા હતા. તેમણે પરિસ્થિતિની ગંભીરતાને સમજીને તાત્કાલિક ટ્રાફિક ચોકીને જ પ્રસૂતિ માટે તૈયાર કરી હતી અને રેલવે તબીબની મદદ બોલાવી હતી. ટૂંકા સમયમાં જ રેલવે તબીબની મદદથી સફળ પ્રસૂતિ સંપન્ન થઈ હતી.
📲Get App