🔥 TRENDING Ponda’s 15‑year‑old municipal complex... Road safety concerns persist in Porvor... * *आपसी सहमति से जमीन का बंटवारा, वर्... Heritage Rulebook Unveiled for Old Goa... Church Holds Celebration, Reports Sang... 10‑Day Cleanliness Drive Begins at Man...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

વિકાસ ની નવી ક્ષીતીજો તરફ આગળ વધતું કોડીનાર

✍️ Reporter: Husain Dhoki 🗓 27 Sep 2026, 05:12 PM 👁 23
Watch on: 📷 Instagram
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વિકાસની નવી ક્ષિતિજો તરફ આગળ વધતું આપણું કોડીનાર!

કોડીનાર તાલુકાના પીપળી ગામે ગ્રામજનોની સુખાકારી અને ગામના પ્રગતિ પંથને વેગ આપતા વિકાસના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કર્યું. ગામડાઓ આત્મનિર્ભર અને સુવિધાયુક્ત બને તે જ સાચો વિકાસ છે. સ્થાનિક ગ્રામજનોની જરૂરિયાતોને ધ્યાને રાખીને પૂર્ણ થયેલા આ કાર્યો ગામના સામાજિક અને આર્થિક માળખાને વધુ મજબૂત બનાવશે.

ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના મુખ્યમંત્રીશ્રી તથા પ્રધાનમંત્રીશ્રી તરીકેના 25 વર્ષના સેવાકાળની ઉજવણી નિમિત્તે આયોજિત રાષ્ટ્રવ્યાપી “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આઈ.સી.ડી.એસ. યોજના હેઠળ આંગણવાડી (49) કેન્દ્રમાં આયોજિત “આંગણ ઉત્સવ” કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નાનકડાં ભૂલકાંઓને પ્રોત્સાહિત કર્યા. આ તકે આંગણવાડી કાર્યકરો સાથે આત્મીય સંવાદ સાધી ઉત્કૃષ્ટ કામગીરી કરનાર બહેનોને સન્માનિત કર્યા.

આ પ્રસંગે માનનીય ધારાસભ્ય શ્રી પ્રદ્યુમન વાઝા પૂર્વ સાંસદ શ્રી દિનુભાઈ સોલંકી, નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી શિવાભાઈ સોલંકી તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App