🔥 TRENDING Nagpur Records Surge in Crime: 5 Vehic... Driver Arrested Four Weeks After Deliv... Guwahati Student Found Dead; Family Ac... Delhi UT demolishes illegal structures... Crime Branch Arrests Absconding Accuse... CEA Warns Rising Global Yields and US...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલામાં મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરે ઓર્થોપેડિક નિષ્ણાતની નિઃશુલ્ક ઓપીડી સેવા

✍️ Reporter: Anil Vaghela 🗓 27 Sep 2026, 11:18 PM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલામાં મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરે ઓર્થોપેડિક નિષ્ણાતની નિઃશુલ્ક ઓપીડી સેવા
૧ ઓક્ટોબરે ડોકટર નિંકુજ ગાંધલિયા દર્દીઓની તપાસ કરશે, અગાઉથી રજીસ્ટ્રેશન ફરજિયાત છે
રાજુલા
શ્રી રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ સ્થાપિત શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન (સાવરકુંડલા) સંચાલિત શ્રી મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર, રાજુલા ખાતે તારીખ ૧ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ઓર્થોપેડિક નિષ્ણાતની ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઓપીડીમાં ડી.એન.બી.
ઓર્થોપેડિક સર્જન ડોક્ટર નિંકુજ ગાંધલિયા સવારે ૯ થી ૧ વાગ્યા સુધી દર્દીઓની તપાસ કરશે.
ઓપીડી દરમિયાન હાડકાં, સાંધા અને લીગામેન્ટની ઈજાઓ, ઘૂંટણ તથા થાપાના સાંધાની સમસ્યાઓ, ઘૂંટણ અને થાપાના સાંધા બદલવાની સારવાર, રમતગમત દરમિયાન થતી ઈજાઓ, કમર અને માથા સંબંધિત સમસ્યાઓ તેમજ ખભા અને પગની પાનીના દુખાવા સહિત વિવિધ ઓર્થોપેડિક સમસ્યાઓ અંગે નિષ્ણાત દ્વારા માર્ગદર્શન અને સારવાર આપવામાં આવશે.

આ ઉપરાંત ફ્રેક્ચર તથા વાહન અકસ્માતમાં થયેલી ઈજાઓની સારવાર અને ઓપરેશન બાદ ઝડપી સાજા થવા માટે ફિઝિયોથેરાપીની સુવિધા પણ ઉપલબ્ધ હોવાનું પોસ્ટરમાં જણાવાયું છે.

દર્દીઓ માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રાખવામાં આવ્યું છે. રજીસ્ટ્રેશન કરાવનાર દર્દીઓને જ તપાસ માટે આવવાનું જણાવાયું છે. વધુ માહિતી અને રજીસ્ટ્રેશન માટે ૯૮૦૯૮ ૯૨૦૯૨ નંબર પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.
📲Get App