🔥 TRENDING Minor alleges sexual abuse at Indian a... Three arrested in Mangaluru after poli... Two suspects arrested in murder of Hin... 3-year-old child killed as driver fall... Seer’s Car Collides with Divider in Un... மாவட்ட கபடி போட்டி.
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ભારતમાલા એક્સપ્રેસ વે પર રખડતા ઢોર સાથે ટક્કર: બેના મોત, એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

✍️ Reporter: Ranjanben Dharmendrbhai Panchal 🗓 27 Sep 2026, 06:40 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભારતમાલા એક્સપ્રેસ વે પર રાત્રિ દરમિયાન રખડતા ઢોરના કારણે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે.

ભારતમાલા એક્સપ્રેસ વે પર રખડતા ઢોરના કારણે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાત્રિના સમયે અચાનક હાઈવે પર ઢોર આવી જતાં વાહન ચાલકે તેને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે કારનો કચ્ચરઘાણ વાળી ગયો હતો.

આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અકસ્માત બાદ હાઈવે પર વાહનવ્યવહાર થોડા સમય માટે ખોરવાયો હતો.

આ ઘટનાએ ફરી એકવાર હાઈવે પર રખડતા ઢોરની સમસ્યા અને તેના નિયંત્રણ માટે તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આવા રખડતા ઢોર માર્ગ અકસ્માતોનું કારણ બની રહ્યા છે, જેના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવવા પડે છે.
📲Get App