🔥 TRENDING ग्राम भगवानपुरा कि रिपोर्ट धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Shubman Gill and Virat Kohli each hit... India Clinches 8‑Wicket Victory Over W... Raghubir Yadav Says ‘Panchayat’ Film M... Parineeti Chopra Opens Up About Mom Gu...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સુરતમાં ઉધાર લીધેલા પૈસાની ઉઘરાણીમાં યુવકને ઓફિસમાં બોલાવી નિર્દયતાપૂર્વક માર માર્યો, વીડિયો વાયરલ થતાં ત્રણ આરોપી ઝડપાયા

✍️ Reporter: Dhaval Maheta 🗓 26 Sep 2026, 09:14 PM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતના મોટા વરાછા વિસ્તારમાં બાકી પૈસાની ઉઘરાણી કરવા માટે એક યુવકને ઓફિસમાં બોલાવી નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

સુરતના મોટા વરાછા વિસ્તારમાં ઉધાર લીધેલા પૈસાની ઉઘરાણી કરવાના મુદ્દે એક યુવકને ઓફિસમાં બોલાવીને નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ પોલીસે તાબડતોબ કાર્યવાહી કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે ત્રણેય આરોપીઓને કાયદાનો પાઠ ભણાવ્યા બાદ ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જેમાં આરોપીઓ લંગડાતા ચાલતા જોવા મળ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદી કેતન વાઘાણીએ તેમના મિત્ર દીપક કોશિયા પાસેથી આશરે ચારેક મહિના પહેલાં ₹3 લાખ હાથ ઉછીના લીધા હતા. જેમાંથી તેમણે ₹1.50 લાખ પરત ચૂકવી દીધા હતા, પરંતુ બાકીના ₹1.50 લાખ ચૂકવવાના બાકી હતા. આ બાકી રકમને લઈને દીપક કોશિયાનો પુત્ર તારક સતત દબાણ કરતો હતો. ત્યારબાદ ફરિયાદીને મોટા વરાછા અબ્રામા રોડ સ્થિત શાંતિનિકેતન ફ્લોરાની ઓફિસ નં.207 આર્યા એક્સપોર્ટ ખાતે હિસાબ કરવાના બહાને બોલાવવામાં આવ્યા હતા.

ફરિયાદી ઓફિસમાં પહોંચતા જ તારક કોશિયા અને તેના અન્ય સાગરીતોએ ગાળાગાળી શરૂ કરી દીધી હતી અને તાત્કાલિક પૈસાની માંગણી કરી હતી. ત્યારબાદ ફરિયાદીને એક પછી એક છ લાફા માર્યા હતા. આ ઉપરાંત ઢીકા-પાટુનો માર મારી તેમને ગંભીર મૂઢ ઈજાઓ પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આરોપીઓએ આ માર મારવાનો વીડિયો પણ ઉતાર્યો હતો, જે બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
📲Get App