🔥 TRENDING નબીપુર નજીક તલવારની અણીએ લૂંટના પ્રયાસ... Trump Suggests Pre-Midterm Strikes on... शहीद कुंदन का अस्थि कलश तिरंगे में लिप... Vikram Misri Discusses Russia and Iran... India Must Navigate Diplomatic Tightro... Political Clash Escalates as Calls Gro...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે જિલ્લાકક્ષાએ "યુવા ઉત્સવ" સ્પર્ધાનું આયોજન આગામી તા. ૦૯ ઓક્ટોબર સુધીમાં એન્ટ્રી મોકલી આપવા અનુરોધ

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 26 Sep 2026, 08:58 AM 👁 27
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે જિલ્લાકક્ષાએ "યુવા ઉત્સવ" સ્પર્ધાનું આયોજન
આગામી તા. ૦૯ ઓક્ટોબર સુધીમાં એન્ટ્રી મોકલી આપવા અનુરોધ

અમરેલી તા. ૨૫ સપ્ટેમ્બર
અમરેલી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે જિલ્લાકક્ષાએ "યુવા ઉત્સવ" સ્પર્ધાનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રમત ગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકની કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીના ઉપક્રમે પ્રતિ વર્ષ યોજાતા જિલ્લા, રાજ્યકક્ષા અને રાષ્ટ્રીયકક્ષાના યુવા ઉત્સવ અંતર્ગત ચાલુ વર્ષે અમરેલી ખાતે કુલ ૦૫ મુખ્ય સ્પર્ધાઓનું આયોજન થનાર છે. આ સ્પર્ધાઓમાં (૧) લોકગીત, (૨) લોકનૃત્ય, (૩) નુક્કડ નાટક, (૪) ચિત્રકામ અને (૫) કાવ્ય લેખનનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, નિયમો અનુસાર લોકગીત અને લોકનૃત્ય માટે ૭ સ્પર્ધક + ૩ સહાયક તેમજ નુક્કડ નાટક માટે ૧૦ સભ્યોની ટીમ ભાગ લઈ શકશે. આ સ્પર્ધામાં ભાગ લેનારા મુખ્ય સ્પર્ધકોની વય મર્યાદા તારીખ ૧૭/૦૮/૨૦૨૬ના રોજ ૧૫ વર્ષ થી ૨૯ વર્ષ (કટ ઓફ ડેટ: ૧૭-૦૮-૧૯૯૭ થી ૧૭-૦૮-૨૦૧૧ વચ્ચે જન્મેલ) હોવી જોઈએ, જ્યારે સહાયકો માટેની વય મર્યાદા ૧૮ થી ૪૦ વર્ષ નક્કી કરવામાં આવી છે.

સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારો, સંસ્થાઓ કે શાળાઓએ આગામી તારીખ ૦૯/૧૦/૨૦૨૬ સુધીમાં પોતાની એન્ટ્રી (પ્રવેશ ફોર્મ) ‘જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક-સી, રૂમ નં. ૧૧૦/૧૧૧, અમરેલી’ ખાતે રૂબરૂ અથવા ટપાલથી મોકલી આપવાની રહેશે, અને ત્યારબાદ મળનારી એન્ટ્રીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.

સ્પર્ધાનો વિગતવાર કાર્યક્રમ આવેલ એન્ટ્રીઓની સંસ્થાના સંચાલકો અથવા સ્પર્ધકોને પછીથી જાણ કરવામાં આવશે. આ અંગેની વધુ વિગતો કચેરીના સત્તાવાર બ્લોગ એડ્રેસ dydoamreli.blogpost.com અથવા ફોન નંબર (૦૨૭૯૨) ૨૨૩૬૩૦ પરથી મેળવી શકાશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
📲Get App