🔥 TRENDING Virender Sehwag's Hilarious Reaction t... Scripted Video Circulates as Real Hara... Secret Spot Goes Viral, Crowds Overwhe... Seoul Blames Kyiv for Breach of Secrec... The Tribune Records Search for 'jijith... The Tribune publishes profile of Dr Sh...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલાના દાતરડી મુકામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો : કુલ ૧૩ ગામના લાભાર્થીઓને વિવિધ લાભનું વિતરણ

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 26 Sep 2026, 09:04 AM 👁 26
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલાના દાતરડી મુકામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો : કુલ ૧૩ ગામના લાભાર્થીઓને વિવિધ લાભનું વિતરણ

સેવા સેતુ કાર્યક્રમ હેઠળ લાભાર્થીઓને સ્થળ પર જ સરકારી સેવાઓનો લાભ પહોંચાડવામાં આવ્યો


અમરેલી તા. ૨૫ સપ્ટેમ્બર
રાજુલા તાલુકાના દાતરડી ગામે આજરોજ 'સેવા સેતુ' કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના ક્લસ્ટરમાં કુલ ૧૩ (તેર) ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેમાં (૧) ચાંચ (૨) ખેરા (૩) પટવા (૪) રાભડા (૫) દાતરડી (૬) વિસળીયા (૭) કથીવદર (૮) મજાદર (૯) વિક્ટર (૧૦) જોલાપર (૧૧) પીપાવાવ (૧૨) નિંગાળા-૧ અને (૧૩) સમઢિયાળા-૧ ના ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ ક્લસ્ટર કક્ષાના સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ગ્રામજનોએ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળના પાત્રતા ધરાવતા લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે સ્થળ પર જ મંજૂરી હુકમો એનાયત કરવામાં આવ્યા હતા. વહીવટી પ્રક્રિયાને સરળ બનાવી સામાન્ય નાગરિકોના કલ્યાણ માટે લેવાયેલા આ નિર્ણયોથી લોકોના પ્રશ્નોનું સ્થળ પર જ સુખદ નિરાકરણ આવ્યું હતું.

આ ઉપરાંત, આસપાસના વિસ્તારોમાંથી આવેલા નગરજનોને આવકના પ્રમાણપત્ર, રેશનકાર્ડને લગતી કામગીરી, જન્મ-મરણના દાખલા તેમજ આધારકાર્ડ જેવી પાયાની સેવાઓનો લાભ સીધો સ્થળ પર જ પહોંચાડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, લાભાર્થીઓએ સરકારી યોજનાઓની વિસ્તૃત સમજ મેળવી પ્રત્યક્ષ લાભ પ્રાપ્ત કર્યો હતો. આમ, સરકારી વહીવટ પ્રજાના ઘરઆંગણે લાવવાનો આ સેવા સેતુ કાર્યક્રમ દાતરડી ક્લસ્ટરમાં ખૂબ જ સફળ રહ્યો હતો.

આ લોકઉપયોગી કાર્યક્રમમાં તાલુકા પંચાયત હોદ્દેદારશ્રીઓ, તેમજ સ્થાનિક સરપંચશ્રીઓ સહિત ઉપસ્થિત રહ્યા હતા. ક્લસ્ટર ગામોના સ્થાનિક લોકોએ પણ ખૂબ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને વહીવટી તંત્રના આ ઉમદા અભિગમનો લાભ લીધો હતો.
📲Get App