🔥 TRENDING Udhna railway station રેલવે સ્ટેશનમાં... ଆଗାମୀ ୬ ମାସ ପାଇଁ ବନ୍ଦ ହେଲା ବାବା କେଦାରନ... પાલનપુરની સ્થાનિક ક્રાઈમ બ્રાંચે મેફેડ... କୁଲଗାମରେ ଆତଙ୍କବାଦୀ ଆକ୍ରମଣ, ସୁରକ୍ଷାକର୍ମ... ವಸಂತನರಸಾಪುರದಲ್ಲಿ ಆದರ್ಶ ಕಂಪನಿಯ ನೂತನ ಘಟಕ... ବଙ୍ଗୋପସାଗରରେ ସୃଷ୍ଟି ହେଲା ଘୂର୍ଣ୍ଣିବଳୟ ,...
12 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કરજણ નજીક ઢાઢર નદીમાં ધનેશ વિસર્જન વખતે ત્રણ યુવકો ડૂબ્યા, એકનું મોત
Local

કરજણ નજીક ઢાઢર નદીમાં ધનેશ વિસર્જન વખતે ત્રણ યુવકો ડૂબ્યા, એકનું મોત

✍️ Reporter: Haresh Thakor 🗓 26 Sep 2026, 02:44 PM 👁 73
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કરજણના પિઞલવાડા ગામ પાસે ઢાઢર નદીમાં ધનેશ વિસર્જન દરમિયાન ત્રણ યુવકો ડૂબી ગયા હતા, જેમાં એક યુવકનું દુઃખદ મોત થયું છે.

કરજણ તાલુકાના પિઞલવાડા ગામ નજીક ઢાઢર નદીમાં ધનેશ વિસર્જનના કાર્યક્રમ દરમિયાન એક દુઃખદ ઘટના બની હતી. ધનેશની મૂર્તિનું વિસર્જન કરવા માટે નદીમાં ગયેલા ત્રણ યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

સ્થાનિક લોકોની મદદથી ત્રણેય યુવકોને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, ગંભીર સ્થિતિને કારણે એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અન્ય બે યુવકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવકના પરિવારજનોમાં પણ ભારે શોક છવાયો છે.
📲Get App