🔥 ट्रेंडिंग कांग्रेस ने छत्तीसगढ़ में भाजपा पर जनज... छत्तीसगढ़ ने पीजी छात्रवृत्ति में 59%... एलपीयू में बेकाबू बवाल: इंटरनेट बंद, 1... मध्य प्रदेश में शाही मस्जिद हटाने का व... पार्किंग को लेकर हुई मामूली कहासुनी, फ... Rohit-Shubman Opening Sparks Debate Ov...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

હિંમતનગર: હરસિદ્ધ માતા મંદિર અને જૈન દેરાસર પાસે સીસી રોડ કામગીરીનો શુભારંભ..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 26 सित. 2026, 11:50 AM 👁 146
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર શહેરમાં હરસિદ્ધ માતા મંદિર અને મહાવીર સ્વામી જૈન દેરાસર પાસે નવા સીસી રોડના નિર્માણ કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ અને નગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા..

સાબરકાંઠાના-:
હિંમતનગર શહેરમાં આજે એક મહત્વપૂર્ણ વિકાસ કાર્યનો પ્રારંભ થયો છે.શહેરના અતિ પ્રાચીન એવા હરસિદ્ધ માતા મંદિર તેમજ મહાવીર સ્વામી જૈન દેરાસર પાસે સીસી રોડની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે.આ નિર્માણ કાર્ય શહેરના આ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓને સુધારવામાં મદદરૂપ થશે..

આ શુભ પ્રસંગે હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ અરુણાબેન કડિયા, ઉપપ્રમુખ ગોપાલસિંહ રાઠોડ,જેમના કાર્યકાળ દરમિયાન આ રોડ મંજૂર થયો હતો,આ વિસ્તારના પૂર્વ સદસ્ય ડિકુલભાઇ ગાંધી,જાનકીબેન રાવલ, વોર્ડ પ્રમુખ મિતુલભાઈ વ્યાસ,જિલ્લા મંત્રી નિર્મલાબેન પંચાલ,પ્રદીપસિંહ રાઠોડ, જાનકીબેન રહેવર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.આ તમામ મહાનુભાવોએ સાથે મળીને કામગીરીનો શુભારંભ કરાવ્યો હતો.આ ઉપરાંત મંદિરના ટ્રસ્ટીઓ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.આ સીસી રોડના નિર્માણથી સ્થાનિક રહેવાસીઓ અને યાત્રાળુઓ માટે સુગમતા વધશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.આ પ્રોજેક્ટ શહેરના વિકાસમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
📲Get App