🔥 TRENDING प्रेम प्रसंग में युवक कि हत्या India vs New Zealand 4th ODI Preview:... ଜିଲ୍ଲା ସଦର ମହକୁମାଠାରୁ ୬ କିମି ଦୂରରେ ଥିବ... Filmibeat Unveils Five Dark Teen Drama... Western Viewers Prefer Uncut Hindi Ver... ଭୁବନେଶ୍ୱରରେ ୧୦.୩୯ ଲକ୍ଷ ଟଙ୍କାରେ ମିଳିବ ଫ...
12 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ખેડા જિલ્લાની ગ્રામ પંચાયતોને સફાઈ માટે પ્રતિ વ્યક્તિ ૮ રૂપિયા ગ્રાન્ટ મળે છે
Local

ખેડા જિલ્લાની ગ્રામ પંચાયતોને સફાઈ માટે પ્રતિ વ્યક્તિ ૮ રૂપિયા ગ્રાન્ટ મળે છે

✍️ Reporter: Rahod Alpeshkumar 🗓 26 Sep 2026, 04:45 PM 👁 83
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખેડા જિલ્લાની દરેક ગ્રામ પંચાયતને ગામની સ્વચ્છતા જાળવવા માટે પ્રતિ વ્યક્તિ દીઠ માસિક ૮ રૂપિયા ગ્રાન્ટ મળે છે. આ ગ્રાન્ટનો ઉપયોગ પંચાયતો સફાઈ કામદારો રાખી ગામમાં સફાઈ કરાવવા માટે કરે છે.

ખેડા જિલ્લાની ગ્રામ પંચાયતોને ગામડાઓમાં સ્વચ્છતા જાળવણી માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આ ગ્રાન્ટ મુજબ, દરેક ગ્રામ પંચાયતને ગામની વસ્તીના આધારે પ્રતિ વ્યક્તિ દીઠ માસિક ૮ રૂપિયાની રકમ મળે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ ગામની વસ્તી ૨૮૦૦ હોય, તો પંચાયતને માસિક ૨૨,૪૦૦ રૂપિયા મળે છે, જે વાર્ષિક ૨,૬૮,૮૦૦ રૂપિયા થાય છે. આ ગ્રાન્ટ એક સરપંચના કાર્યકાળ દરમિયાન અંદાજે ૧૩ થી ૧૪ લાખ રૂપિયા જેટલી થાય છે અને તે ફરજિયાતપણે ગામની સફાઈ માટે વાપરવાની હોય છે.
📲Get App