🔥 ट्रेंडिंग सीनी मुख्यमंत्री ने पदक विजेताओं को सम... हैराणा में सम्मान दिवस समारोह में उपमु... कांग्रेस ने छत्तीसगढ़ में भाजपा पर जनज... छत्तीसगढ़ ने पीजी छात्रवृत्ति में 59%... एलपीयू में बेकाबू बवाल: इंटरनेट बंद, 1... मध्य प्रदेश में शाही मस्जिद हटाने का व...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

અમરેલી આર.ટી.ઓ. દ્વારા ‘રોડ સેફ્ટી’ બાઇક રેલી અને ‘માર્ગ સલામતી’ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

✍️ रिपोर्टर: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 26 सित. 2026, 08:44 AM 👁 24
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી આર.ટી.ઓ. દ્વારા ‘રોડ સેફ્ટી’ બાઇક રેલી અને ‘માર્ગ સલામતી’ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

માર્ગ અકસ્માતો ૫૦% ઘટાડવાના લક્ષ્ય સાથે રોડ સેફ્ટી જનજાગૃતિ અભિયાન

અમરેલી તા. ૨૫ સપ્ટેમ્બર,૨૦૨૬
‘સેવા સંકલ્પ અભિયાન-૨૦૨૬’ અંતર્ગત પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, અમરેલી દ્વારા શહેરમાં માર્ગ સલામતી અંગે જનજાગૃતિ લાવવાના મુખ્ય હેતુ સાથે રોડ સેફ્ટી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ પણ સહભાગી બન્યા હતા.

આર.ટી.ઓ. અધિકારી દ્વારા ઉપસ્થિત સૌને ‘રોડ સેફ્ટી’ના સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા, ત્યારબાદ કલેક્ટરશ્રી દ્વારા બાઇક રેલીને ફ્લેગ ઓફ કરાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ જનજાગૃતિ રેલીમાં GSRTC સ્ટાફ, ટ્રાફિક પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો, TRB જવાનો તેમજ ડીલર્સ બહોળી માત્રામાં હાજર રહ્યા હતા. આ બાઇક રેલી ફોરવર્ડ સર્કલથી શરૂ થઈને રાજકમલ ચોક, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેન્ડ, કોલેજ સર્કલ, લાઠી બાયપાસ સર્કલ અને ત્યાંથી પુનઃ કોલેજ સર્કલ થઈને ફોરવર્ડ સર્કલ સુધીના નિયત રૂટ પર ફરી હતી.

આ ઉપરાંત, માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવાના ભાગરૂપે ૨૪ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૧:૩૦ થી બપોરે ૧૨:૪૫ વાગ્યા સુધી અમરેલી જિલ્લાની તમામ આઈ.ટી.આઈ. (ITI) કોલેજ, ડિપ્લોમા કોલેજ, તમામ શાળાઓના ધોરણ ૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓ, વિદ્યાસભા અને શાંતાબા મેડીકલ કોલેજ સહિત વિવિધ શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓ માટે એક વિશેષ ડિજિટલ સત્ર યોજાયું હતું. આ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં ગુજરાત રોડ સેફ્ટી ઓથોરીટીની ઓફિશિયલ યુ-ટ્યુબ ચેનલ અને બાયસેગ (BISAG)ના માધ્યમથી લાઈવ વીડિયો પ્રસારિત કરીને રોડ સેફ્ટી કમિશનરશ્રી દ્વારા વિદ્યાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ભારત સરકારના માર્ગ અકસ્માતોમાં ૫૦% સુધીનો ઘટાડો કરવાના મહત્વકાંક્ષી લક્ષ્યાંકને શક્ય બનાવવા માટે વિભાગ દ્વારા આ પ્રકારે સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, તેમ આર.ટી.ઓ. અધિકારીની એક અખબાર યાદીમાં જણાવવામાં આવ્યું છે.
📲Get App