🔥 TRENDING Kohli, Gill guide India to victory in... Congress May Face SP in First Uttar Pr... Virat Kohli Achieves Another Remarkabl... Virat Kohli contributes with bat as In... Indian cricket team kicks off Asian Ga... Jitendra Says Nanomedicine Will Drive...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

મહેસાણા: ઉંઝા નજીક ઝાડીઓમાં ચાલતા દેહ વ્યાપાર રેકેટનો પર્દાફાશ, એક મહિલા ઝડપાઇ..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 26 Sep 2026, 02:52 PM 👁 40
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા જિલ્લાના ઉંઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાટણ રોડ પર આવેલી ઝાડીઓમાં ગેરકાયદેસર દેહ વ્યાપારની પ્રવૃત્તિ પર લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ દ્વારા સફળ રેઇડ કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં ઇમોરલ ટ્રાફીકીંગ એક્ટ હેઠળ ગુનો નોંધી એક મહિલાની ધરપકડ કરાઇ છે..

મહેસાણામાં-:
ગુનાખોરી ડામવા અને ગુનાઓનો ભેદ ઉકેલવા માટે પોલીસ વિભાગ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર રેન્જ અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી મહેસાણાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ (AHTU) દ્વારા જિલ્લામાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર બાતમી મેળવી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે..

આ દરમિયાન LCB મહેસાણાના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ કામળીયાને બાતમી મળી હતી કે ઉંઝા ગામની સીમમાં ઉંઝા-ઉનાવા હાઇવે રોડ પર બંસી કાઠીયાવાડી હોટલની સામે,પાટણ તરફ જતા રોડથી આંબાવાડી તરફ જતા પાકા RCC રોડની નજીક ઝાડીઓમાં એક મહિલા બહારથી મહિલાઓને બોલાવી અંગત આર્થિક ફાયદા માટે દેહ વ્યાપારનો ગેરકાયદેસર ધંધો ચલાવી રહી છે.આ બાતમીના આધારે LCB અને AHTU મહેસાણાની ટીમોએ પંચો સાથે ડમી ગ્રાહક મોકલી રેઇડ કરી હતી..

રેઇડ દરમિયાન નિર્મલાબેન મનસુજી ઝાલા,રહે.મહેસાણા ગુજરાત હાઉસિંગ કોલોની,અંધેરી,મહેસાણા આ સ્થળેથી ગેરકાયદેસર દેહ વ્યાપાર કરાવતી મળી આવી હતી.તેમની પાસેથી મોબાઇલ,સીલબંધ કોન્ડોમ નંગ-૧૪,અને પર્સ સહિત કુલ ૨૪૦૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.આરોપી નિર્મલાબેન ઝાલા વિરુદ્ધ ઇમોરલ ટ્રાફીકીંગ (પ્રિવેન્શન) એક્ટ ૧૯૫૬ની કલમ-૩,૪,૫ મુજબ ઉંઝા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.આ કાર્યવાહીમાં LCB ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ.એમ.કામળીયા,AHTU ઇન્સ્પેક્ટર એમ.એન.દવે,પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.વી. પઢારીયા,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર નિતેશકુમાર સીતારામ,હેડ કોન્સ્ટેબલ ભરતભાઈ વિરમભાઈ,આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ધીરુભાઈ બાબુભાઇ,વુમેન પોલીસ કોન્સ્ટેબલ ચેતનાબેન જીલુજી,આ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા જે પ્રશસનીય કામગીરી AHTU અને LCB ટીમ એ કરેલ છે.
📲Get App