🔥 TRENDING प्रजापत समाज ने गणेश चतुर्थी का पर्व ध... आजादी के बाद से अधूरी सड़क: छपरा से रा... બ્રેકિંગ બેંકોની દેશવ્યાપી હડતાળ ટળી આ... Two Arrested for Displaying Criminal’s... Analyst Criticizes Taylor Swift’s ‘Cle... Taylor Swift Shines in Black‑Silver Go...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ભરૂચ-દહેજ હાઇવેની બિસ્માર હાલત: હજારો કર્મચારીઓ પરેશાન

✍️ Reporter: IRFAN MANGROLIYA 🗓 26 Sep 2026, 06:02 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

એશિયાના સૌથી મોટા ઔદ્યોગિક હબને જોડતો ભરૂચ-દહેજ હાઇવે અત્યંત બિસ્માર હાલતમાં છે, જેના કારણે રોજના હજારો કર્મચારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

એશિયાના સૌથી મોટા ઔદ્યોગિક હબ પૈકીના એક એવા ભરૂચ-દહેજ હાઇવેની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. આ મુખ્ય માર્ગ પર ઠેર ઠેર ખાડાઓ અને બિસ્માર રસ્તાને કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે.

રોજ હજારોની સંખ્યામાં આ માર્ગ પરથી અવરજવર કરતા કર્મચારીઓ અને સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખરાબ રસ્તાને કારણે વાહન ધીમી ગતિએ ચલાવવા પડે છે, જેના પરિણામે મુસાફરીનો સમય વધી જાય છે અને વાહનોને પણ નુકસાન થવાની ભીતિ રહે છે.

આ માર્ગ પર ઔદ્યોગિક એકમો આવેલા હોવાથી ભારે વાહનોની અવરજવર પણ સતત રહેતી હોય છે. રસ્તાઓને નવા બનાવવાનાં ચક્કરમાં સામે ચોમાસે કામ કઢાયું હોઇ રસ્તાની ખરાબ સ્થિતિ સર્જાઇ છે. કેટલીક જગ્યાઓ પર રસ્તા વન-વે બની ગયા છે. જેવા કારણોસર અકસ્માતોનું જોખમ પણ વધ્યું છે. સ્થાનિક લોકો દ્વારા રસ્તાના સમારકામની કામગીરી ઝડપી કરવાની માંગ કરવામાં આવી રહી છે.
📲Get App