🔥 TRENDING સુરતના ખટોદરા વિસ્તારમાં ફેક્ટરીમાં ફસ... LPU Students End 15-Hour NH-44 Blockad... Fire Ravages Tata Showroom in Hyderpor... Consumer Court Orders Insurer to Pay ₹... ધોરાજી ડેપોના સિનિયર આગેવાન અશોકસિંહ વ... Soori’s ‘Mandaadi’ records 29.6% jump...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરત સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરનો આપઘાત: વ્યસન મુક્તિની સારવાર અને પિતાના ગંભીર આક્ષેપો

✍️ Reporter: Dhaval Maheta 🗓 26 Sep 2026, 09:36 AM 👁 29
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અભ્યાસ કરતા રેસિડેન્ટ ડોક્ટર યોગેન પ્રજાપતિએ મેડિકલ નાઈફથી હાથની નસ કાપી આપઘાત કર્યો હતો. મૃતકની ગાંધીનગરની ક્લિનિકમાં વ્યસન મુક્તિની સારવાર ચાલતી હોવાનો ખુલાસો થયો છે, ત્યારે મૃતકના પિતાએ હત્યાનો ગંભીર આક્ષેપ કર્યો છે.

સુરત ખાતે નવી સિવિલ હોસ્પિટલના એનાટોમી વિભાગમાં થર્ડ યરમાં અભ્યાસ કરતા રેસિડેન્ટ ડોક્ટર યોગેન પ્રજાપતિએ 24 સપ્ટેમ્બરે મેડિકલ નાઈફ વડે પોતાના બંને હાથની નસ કાપી આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટના બાદ પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે મૃતક ડો. યોગેન ગાંધીનગરની એક ન્યુરો સાયકિયાટ્રી ક્લિનિકમાં વ્યસન મુક્તિની સારવાર લઈ રહ્યા હતા. પોલીસ યુવાન ડોક્ટર દ્વારા માનસિક તણાવ કે અન્ય પારિવારિક કારણોસર આ અંતિમ પગલું ભરવામાં આવ્યું હોવાની આશંકા સાથે તપાસ કરી રહી છે.

ડો. યોગેનનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ પૂર્ણ થયા બાદ મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનામાં મૃતકના પિતા દિલીપ પ્રજાપતિએ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે, તેમના પુત્રની હત્યા થઈ હોઈ શકે છે અથવા તો આ ઘટના પાછળ કોઈ ઊંડું રહસ્ય છુપાયેલું છે, જેની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ.

મળતી માહિતી મુજબ, ડો. યોગેન પ્રજાપતિ ગાંધીનગર સ્થિત 'સંવેદના ન્યુરો સાયકિયાટ્રી એન્ડ ઈઈજી ક્લિનિક' ખાતે ઓપિયોઈડના વ્યસનની સારવાર હેઠળ હતા. તેમની સારવાર કરી રહેલા ડો. વિપુલ સી. પ્રજાપતિ દ્વારા 7 જુલાઈના રોજ એક મેડિકલ સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું. આ પ્રમાણપત્રમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરાયો હતો કે ડો. યોગેન પ્રજાપતિ વ્યસન (ઓપિયોઈડના એડિક્શન)થી પીડાઈ રહ્યા છે અને તેઓ તેમની દેખરેખ હેઠળ સતત ટ્રીટમેન્ટ અને ફોલોઅપ લઈ રહ્યા છે. આ મેડિકલ રિપોર્ટ આત્મહત્યા કેસની તપાસ માટે એક નવી દિશા ખોલી શકે છે.
📲Get App