🔥 TRENDING धरुवार टोल प्लाजा पर हाईवे यातायात पुल... Shubman Gill and Virat Kohli each hit... India Clinches 8‑Wicket Victory Over W... Raghubir Yadav Says ‘Panchayat’ Film M... Parineeti Chopra Opens Up About Mom Gu... Sushant Singh Rajput's Sister Claims S...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામે ચાર યુવાનોના પાણીમાં ડૂબી જવાથી મોત

✍️ Reporter: Khedra Dinesh 🗓 26 Sep 2026, 09:30 AM 👁 25
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામે એક દુઃખદ ઘટના બની છે, જેમાં પાણીમાં ડૂબી જવાથી ચાર યુવાનોએ જીવ ગુમાવ્યા છે.

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના મોટા દેવળીયા ગામમાં એક ગમખ્વાર ઘટના બની છે. ગામ નજીક આવેલા એક તળાવમાં ન્હાવા પડેલા ચાર યુવાનોના ડૂબી જવાથી મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક યુવાનો ગામના જ રહેવાસી હતા ગણપતિ વિસર્જન દરમિયાન ગામના તળાવમાં ન્હાવા માટે ગયા હતા. દરમિયાન, ઊંડા પાણીમાં ગરકાવ થતાં તેઓ બહાર નીકળી શક્યા ન હતા. સ્થાનિક લોકો દ્વારા તેમને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હતું.

આ દુર્ઘટનાના સમાચાર મળતા જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. મૃતક યુવાનોના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવી છે. રિપોર્ટર ખેદરા દિનેશ.
📲Get App