🔥 TRENDING Bollywood Stars Shine at Global Fashio... BollywoodHungama Releases 337 Photos o... Bollywood Hungama Unveils 10 New Photo... Microdramas Shine at FICCI FRAMES, Mar... Film Bodies Protest 570% BMC Tax Hike,... Swara Bhasker Calls Backlash Over Padm...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

પ્રેમિકા જ બની ' જાની દુશ્મન '

✍️ Reporter: DHIRENDRASINH PARMAR 🗓 26 Sep 2026, 02:09 AM 👁 31
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આપઘાતની દુષ્પ્રરણા આપવા બદલ પ્રેમીકા સામે વેજલપુર પોલીસ મથકે ગુનો નોંધાયો.

કાલોલ તાલુકાના કાનોડ ચોકડી નજીક આવેલ રેલ્વે બ્રિજ નીચેથી મળી આવેલા યુવકના મૃતદેહ કેસમાં નવો મોડ આવ્યો છે. ગજેન્દ્રસિંહ જસવંતભાઈ જાદવ (ઉં.વ. ૨૮, રહે. શેરપુરા/હાલોલ) નામના યુવકને મરવા માટે મજબૂર કરવા બદલ તેની પ્રેમિકા સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને બી.એન.એસ. ની કલમ ૧૦૮ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મૃતક ગજેન્દ્રસિંહ હાલોલની એલેમ્બિક કંપનીમાં નોકરી કરતા હતા. તેમની પત્ની મિત્તલબેન દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, ગજેન્દ્રસિંહને તેમના જ ગામ શેરપુરાની મિરલબેન બળવંતસિંહ પરમાર સાથે છેલ્લા બે વર્ષથી પ્રેમસંબંધ ચાલતો હતો. આ બાબતની જાણ પત્ની અને પરિવારજનોને થતાં, ગજેન્દ્રસિંહે આ સંબંધનો અંત આણી સમાધાન કરી લેવાની ખાતરી આપી હતી. ગત તારીખ ૧૯/૦૯/૨૦૨૬ ના રોજ સવારે આશરે આઠ વાગ્યાના અરસામાં મિરલબેને ફોન કરીને બોલાવતા, ગજેન્દ્રસિંહ પોતાની બુલેટ ગાડી (GJ-17-CM-6784) લઈને સમાધાન કરવા માટે ઘરેથી નીકળ્યા હતા.બપોરના સમયે પરિવારજનોને જાણ થઈ હતી કે ગજેન્દ્રસિંહ કાનોડ ચોકડી પાસે રેલ્વે બ્રિજ નજીક કોતર પાસે મૃત હાલતમાં મળી આવ્યા છે. તેમની બુલેટ ગાડી રોડની સાઈડમાં મુકેલી હતી. ઘટના સ્થળે મોઢે ઓઢણી બાધેલી એક યુવતી પણ જોવા મળી હોવાની વિગતો સામે આવી હતી. ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવ્યા બાદ મૃતદેહને અંતિમ વિધિ માટે લઈ જવાયો હતો. પત્ની મિત્તલબેન જાદવની ફરિયાદના આધારે, મિરલબેન પરમારે અવારનવાર ચેટ અને ફોન કરીને ગજેન્દ્રસિંહને બોલાવ્યા હતા અને વાટાઘાટો/સમાધાન દરમિયાન કોઈ કારણસર મરવા માટે મજબૂર (દુષ્પ્રેરણા) કર્યા હોવાનો આક્ષેપ કરાયો છે. આ મામલે વેજલપુર પોલીસે અકસ્માતે મોતની જાહેરાત બાદ વધુ તપાસ હાથ ધરીને આરોપી મિરલબેન સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. કેસની વધુ તપાસ પી.એસ.આઈ. એલ. એફ. કટારા ચલાવી રહ્યા છે.
📲Get App