🔥 TRENDING નબીપુર નજીક તલવારની અણીએ લૂંટના પ્રયાસ... Trump Suggests Pre-Midterm Strikes on... शहीद कुंदन का अस्थि कलश तिरंगे में लिप... Vikram Misri Discusses Russia and Iran... India Must Navigate Diplomatic Tightro... Political Clash Escalates as Calls Gro...
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

લુણાવાડાની પ્રાથમિક શાળામાં કથિત સજાનો મામલો - હકીકત શું? તપાસની માંગ

✍️ Reporter: Hasmukh Bhoi 🗓 26 Sep 2026, 09:28 PM 👁 31
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નમસ્કાર.

મહિસાગર જિલ્લાના લુણાવાડાની એક સરકારી પ્રાથમિક શાળામાંથી એક અત્યંત ચિંતાજનક અને કથિત ઘટનાનો આક્ષેપ સામે આવ્યો છે.

ધોરણ-5 માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીના કથિત નિવેદનનો વીડિયો અને તેના કમરના ભાગે બે ગોળાકાર નિશાનના ફોટો હાલ ચર્ચાનો વિષય બન્યા છે.


વિદ્યાર્થીના કથિત નિવેદન મુજબ, લેસન ન લાવવાના મુદ્દે તેની સાથે અમાનવીય વર્તન થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં દાવો કરાયો છે કે શિક્ષક દ્વારા ડ્રિલ મશીનનો ઉપયોગ કરવામાં આવ્યો.

પરંતુ અહીં સૌથી મોટો સવાલ એ છે કે,
આ નિશાન ખરેખર કયા કારણથી થયા છે?
શું તે ખરેખર કોઈ સાધનથી થયા છે કે અન્ય કોઈ કારણ છે?
તેની અંતિમ અને અધિકૃત પુષ્ટિ તો માત્ર તબીબી તપાસ પછી જ થઈ શકે.


આપણે સૌ જાણીએ છીએ કે શાળા એ બાળકો માટે સુરક્ષિત સ્થળ હોવું જોઈએ.

બાળકોને શારીરિક સજા આપવી કાયદા હેઠળ પ્રતિબંધિત છે. RTE Act, 2009 ની કલમ 17 મુજબ, કોઈ પણ બાળકને શારીરિક સજા કે માનસિક ત્રાસ આપી શકાય નહીં.

ત્યારે જો આ કથિત આક્ષેપમાં તથ્ય હશે, તો તે માત્ર શિસ્તનો નહીં, પરંતુ બાળ સુરક્ષાનો ગંભીર મુદ્દો બની શકે છે, જે અંગે Juvenile Justice Act સહિતના કાયદાઓમાં સ્પષ્ટ જોગવાઈઓ છે.


ત્યારે આ સમગ્ર મામલે હકીકત શું છે, તે જાણવા માટે એક નિષ્પક્ષ અને સમયબદ્ધ તપાસ અત્યંત જરૂરી છે.

શું આ મામલે વિદ્યાર્થીની તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં મેડિકલ તપાસ કરાવવામાં આવશે?
શું વિદ્યાર્થી અને તેના વાલીઓના કાયદેસરના નિવેદનો લેવામાં આવશે?
શું શાળાનું CCTV ફૂટેજ ઉપલબ્ધ હશે અને તેને સુરક્ષિત કરવામાં આવશે?
ઘટના સમયે હાજર અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકો શું કહે છે?
અને સૌથી અગત્યનું, શિક્ષક રિયાઝ દાવલનો પક્ષ પણ સત્તાવાર રીતે સાંભળવામાં આવશે?

કોઈ પણ નિર્ણય પર આવતા પહેલા બંને પક્ષોને સાંભળવા અને વૈજ્ઞાનિક પુરાવા તપાસવા એ ન્યાયના હિતમાં છે.


આ ઘટના સત્ય છે કે ગેરસમજ, તે તો તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

પરંતુ એક વાત નિશ્ચિત છે, બાળકોની સુરક્ષા એ સૌની સહિયારી જવાબદારી છે. સત્ય જે પણ હોય, તે પારદર્શક રીતે જનતા સમક્ષ આવે અને ભવિષ્યમાં કોઈ પણ બાળક સાથે આવી કથિત ઘટના ન બને, તે માટે યોગ્ય પગલાં લેવાય તે જરૂરી છે.

સમગ્ર મામલે શિક્ષણ વિભાગ અને પોલીસ પ્રશાસન શું કાર્યવાહી કરે છે, તેના પર સૌની નજર રહેશે
📲Get App