🔥 ट्रेंडिंग लुइज़ियाना में 70‑फ़ुट टिंबर पट्टी पर... उत्तर प्रदेश में तेज़ बारिश से 56 मौते... ड्वारका एक्सप्रेसवे पर थार SUV ने मोटर... विराट कोहली ने तिरुवनंतपुर में वेस्टइं... स्वास्थ्य मंत्रालय ने किडनी क्षति रोकन... पंजाब के लवली प्रोफेशनल यूनिवर्सिटी मे...
28 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સહકારથી પટેલ ટ્રેક્ટર એજન્સીને મળ્યું વિશેષ સન્માન

✍️ रिपोर्टर: Bhailalbhai Baria 🗓 26 सित. 2026, 12:38 AM 👁 106
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નમસ્કાર! નર્મદા જિલ્લા માટે આવ્યા છે ગર્વ અને ખુશીના સમાચાર! નર્મદા જિલ્લાના ખેડૂતોના વિશ્વાસ, પ્રેમ, સહકાર અને વર્ષોની મહેનતનું સુંદર પરિણામ આજે સામે આવ્યું છે. રાજપીપળાની પટેલ ટ્રેક્ટર એજન્સીને સ્વરાજ તરફથી માર્કેટ શેર અચીવર્સ એવોર્ડ – સાઉથ એઓથી સન્માનિત કરવામાં આવી છે. આ સન્માન માત્ર એક એવોર્ડ નથી, પરંતુ વર્ષોની મહેનત, ખેડૂતો સાથેની આત્મીયતા અને આત્મીયતાભર્યા વ્યવહારનું પ્રતિબિંબ છે. ખેડૂતોની જરૂરિયાતને સમજવી, તેમની સાથે સતત જોડાયેલા રહેવું અને દરેક સમયે યોગ્ય માર્ગદર્શન તથા સેવા આપવાનો પ્રયાસ — આ જ પટેલ ટ્રેક્ટર એજન્સીની ઓળખ બની છે. આ સફળતામાં સૌથી મોટો ફાળો છે નર્મદા જિલ્લાના ખેડૂતોના વિશ્વાસ અને તેમણે આપેલા સતત સહકારનો. ખેડૂત ભાઈઓ સાથેનો આ વિશ્વાસ અને લાગણીનો સંબંધ જ આજે આ ગૌરવપૂર્ણ સિદ્ધિનું કારણ બન્યો છે. આ એવોર્ડ પટેલ ટ્રેક્ટર એજન્સીની સમગ્ર ટીમને તો સમર્પિત છે જ, સાથે સાથે નર્મદા જિલ્લાના દરેક ખેડૂત મિત્રને પણ સમર્પિત છે, જેમણે વર્ષોથી વિશ્વાસ અને સાથ આપ્યો છે. આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ પટેલ ટ્રેક્ટર એજન્સીને ખૂબ ખૂબ અભિનંદન! અને નર્મદા જિલ્લાના તમામ ખેડૂત ભાઈઓનો દિલથી આભાર. આ વિશ્વાસ અને આત્મીયતાનો સંબંધ આમ જ અવિરત જળવાઈ રહે અને આવનારા સમયમાં પણ નવી સફળતાઓ મળતી રહે તેવી શુભેચ્છાઓ! જોશ કા રાજ, મેરા સ્વરાજ!
📲Get App